+

IREDA Share Price: માત્ર 7 મહિનામાં સરકારી કંપનીના આ શેરની કિંમતમાં નોંધાયો 3 ગણો વધારો

IREDA Share Price: આજરોજ Share Market માં ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) ના શેરમાં 7.18% નો વધારો નોંધાયો હતો. ત્યારે આજરોજ આ IREDA શેરની કિંમત 98.99 રુપિયા સુધી…

IREDA Share Price: આજરોજ Share Market માં ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) ના શેરમાં 7.18% નો વધારો નોંધાયો હતો. ત્યારે આજરોજ આ IREDA શેરની કિંમત 98.99 રુપિયા સુધી પહોંચી ગઈ છે. તો ગત દિવસોમાં IREDA ના શેરની કિંમત 184.99 રુપિયા સુધી આંકવામાં આવી હતી. તો IREDA કંપનીનો IPO ગત વર્ષે 2023 માં આવ્યો હતો.

  • IREDA ને FTSE All World Index માં સામવેશ કર્યો

  • IREDA ના Market Cap ની કિંમત 49,724 કરોડ રુપિયા

  • IREDA એ ભારતની માલિકી ધરાવતી કંપની છે

તો વર્ષ 2023 થી લઈને અત્યાર સુધી IREDA ના શેરમાં 230% નો વધારો નોંધાયો છે. તો એક વર્ષની અંદર IREDA શેરધારકોની આવકમાં 3 ગણો વધારો આવ્યો છે. તો IREDA ને FTSE All World Index માં સામવેશ કરવામાં આવ્યો છે. તેના કારણે IREDA ના શેરમાં મહત્તમ વધારો ધીમે-ધીમે આવી રહ્યો છે. અગાઉના અમુક દિવસેની બાદ કરતા IREDA શેરમાં સૌથી વધારે ઝડપી વધારો સાથે IREDA ના શેરધારકોને બહોળો નફો પણ થયો છે.

IREDA Share Price

IREDA Share Price

IREDA ના Market Cap ની કિંમત 49,724 કરોડ રુપિયા

ત્યારે IREDA ના શેરમાં છેલ્લા 6 મહિનાની અંદર 72.98% નો ઉછાળો નોંધાયો છે. તો 21 ડિસેમ્બર 2023 ના રોજ શેરની કિમંત 109.00 રુપિયા હતી. તો ફેબ્રુઆરી 2024 માં IREDA શેરની કિંમત 214.50 સુધી પહોંચી ગઈ હતી. તો બેહિનાની અંદર IREDA ના શેરની કિંમત ઘટનીને માત્ર 50 રુપિયા થઈ હતી. IREDA ના Market Cap ની કિંમત 49,724 કરોડ રુપિયા સુધી આંકવામાં આવી છે.

IREDA એ ભારતની માલિકી ધરાવતી કંપની છે

IREDA એ ભારતની માલિકી ધરાવતી કંપની છે. IREDA ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કંપની નવા અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો દ્વારા વીજળી અથવા ઉર્જાનું ઉત્પાદન કરવા અને ઉર્જા કાર્યક્ષમતા દ્વારા ઉર્જા સંરક્ષણ માટે ચોક્કસ પ્રોજેક્ટ્સ અને યોજનાઓનું ભંડોળ પૂરું પાડે છે. આ સિવાય કંપનીનો ઉદ્દેશ્ય ફંડ દ્વારા નવા એનર્જી સેક્ટરમાં તેનો હિસ્સો વધારવાનો છે.

આ પણ વાંચો: Share Market: શેર બજારમાં તેજીનો માહોલ,સેન્સેક્સ 620 પોઈન્ટનો ઉછાળો

Whatsapp share
facebook twitter