+

VADODARA : બાળકો ભાન ભુલ્યા, રીક્ષાની એસેસરીઝ પર ઉભા રહી કરી જોખમી સવારી

VADODARA : વડોદરા (VADODARA) ના સોશિયલ મીડિયા વર્તુળ (SOCIAL MEDIA CIRCLE) માં એક વિડીયો ભારે વાયરલ (VIRAL VIDEO) થવા પામ્યો છે. આ વિડીયોમાં રીક્ષાની બહાર ત્રણેય બાજુ બાળકો એસેસરીઝ પર…

VADODARA : વડોદરા (VADODARA) ના સોશિયલ મીડિયા વર્તુળ (SOCIAL MEDIA CIRCLE) માં એક વિડીયો ભારે વાયરલ (VIRAL VIDEO) થવા પામ્યો છે. આ વિડીયોમાં રીક્ષાની બહાર ત્રણેય બાજુ બાળકો એસેસરીઝ પર ઉભા રહીને જોખમી સવારી કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ વિડીયો વડોદરા શહેરના ટીપી 13 વિસ્તારના ઓવર બ્રિજ પાસેનો હોવાનો અંદાજ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ વિડીયો સ્થાનિક પોલીસ સુધી પણ પહોંચ્યો છે. અને વિડીયોમાં દેખાતા રીક્ષા નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જોખમી રીક્ષા સવારીનો વિડીયો વાયરલ

આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર મુકેલી એક રીલ રાતોરાત ફેમસ બનાવી શકે છે, અને રાતોરાત જેલના સળિયા પાછળ પણ ધકેલી થકે છે. રાતોરાત ફેમસ થવા માટે આજકાલ રીલ બનાવવામાં લોકો સમય, સ્થળ અને સંજોગો પણ ભુલી જાય છે. જેને કારણે ક્યારેક પોતાના અથવાતો અન્યના જીવને જોખમ ઉભુ થાય તેવી સ્થિતીનું સર્જન થાય છે. વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં પણ હાલ આવો જ એક જોખમી રીક્ષા સવારીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

વિડીયો ટીપી 13 વિસ્તારનો હોવાનો પ્રાથમિક અંદાજ

વિડીયોમાં જોવા મળે છે કે, રાત્રીના સમયે છ જેટલા સગીર દેખાતા બાળકો રીક્ષાની બહાર લગાડવામાં આવેલી એસેસરીઝ પર પર મુકીને ઉભા છે. અને આ સ્થિતીમાં તેઓ બેફિકર બની મોજ કરી રહ્યા હોય તેવી ખુશી તેમના મોઢા પર દેખાય છે. દરમિયાન એક યુવકના હાથમાં મોબાઇલ પણ છે, અને તેમાં તે વિડીયો લેતો હોવાનું જોવા મળી રહ્યું છે. આ વિડીયો વડોદરા છાણી – ટીપી 13 વિસ્તારનો હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ વિડીયો રીક્ષાની પાછળ આવતા વાહનમાંથી લેવામાં આવ્યો છે. બાળકો બહાર લટકીને ઉભા છે. અને રીક્ષા ચાલી રહી છે. આ જોખમી સવારી પરથી જો કોઇ પટકાય તો કાયમી ખોડ રહી જાય તેવી શક્ચતાઓ નકારી શકાય તેમ નથી.

ચાલકની ભાળ મેળવવાના પ્રયાસો તેજ

તો બીજી તરફ સુત્રો જણાવી રહ્યા છે કે, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સ્થાનિક પોલીસ સુધી પણ પહોંચ્યો છે. અને પોલીસ દ્વારા રીક્ષા નંબરના આધારે ચાલકની ભાળ મેળવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. હવે ઉપરોક્ત મામલે પોલીસ કાર્યવાહીમાં આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : GOOGLE સર્ચ કરી હાથફેરો કરતા રીઢા ચોર સુધી પહોંચી ક્રાઇમ બ્રાન્ચ

Whatsapp share
facebook twitter