+

Rajkot માં 3 માસની બાળકી સાથે ભુવાએ આ શું કર્યું..? આ અંધશ્રદ્ધા મારી નાખશે..!

Rajkot : આધુનિક સમયમાં અંધશ્રદ્ધા (Superstition)ઘણી વધી ગઈ છે. શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ ક્યારેક અંધશ્રદ્ધામાં પડી જાય છે, તેને આ વાતની પણ ખબર નથી. આવું જ કંઈક સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા એક…

Rajkot : આધુનિક સમયમાં અંધશ્રદ્ધા (Superstition)ઘણી વધી ગઈ છે. શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ ક્યારેક અંધશ્રદ્ધામાં પડી જાય છે, તેને આ વાતની પણ ખબર નથી. આવું જ કંઈક સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા એક પરિવાર સાથે થયું. બાળકી બીમાર પડશે તેમ માનીને પરિવાર ભૂવા (Bhuwa) પાસે ગયો હતો, જ્યાં તેણે માસૂમ બાળકના શરીર પર અગરબત્તીથી ડામ આપ્યા હતા.

 

ભૂવાએ માસૂમને આપ્યા  ડામ

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જોરાવરનગરની ઝૂંપડપટ્ટીમાં રહેતો પરિવાર ખેતી અને મજૂરી કરે છે. આ પરિવારની 3 માસની દીકરીને તાવ અને શરદી થતાં તેઓ બાળકીને ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવાએ માસૂમને અગરબત્તીના ડામ આપતા બીજા દિવસે બાળકીની તબિયત લથડી હતી. જેથી તેને સૌ પ્રથમ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

 

બાળકીને રાજકોટ રિફર કરવામાં  આવી  હતી

જ્યાં તબીબોએ બાળકીની તબિયતને જોતા તેને રાજકોટ (Rajkot) રિફર કરવાની સલાહ આપી હતી. જેથી બાળકીને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલની ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં MLC નોંધાવી પોલીસને સત્તાવાર માહિતી આપવામાં આવી છે. આ બાબતે સ્થાનિક પોલીસ દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા ત્યાંથી પોલીસની એક ટીમ રાજકોટ જવા રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો – Gujarat Education : CM જ્ઞાનસાધના સ્કોલરશીપના પરિણામો જાહેર

આ પણ વાંચો – VADODARA : પાલિકાએ ભર ઉનાળે ગોત્રીમાં ચોમાસાની યાદ અપાવી

આ પણ વાંચો – VADODARA : સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી ઉઠી

Whatsapp share
facebook twitter