+

VADODARA : દરવાજો ખોલવામાં મોડું થતા યુવકે બારીમાં જોરથી હાથ મારતા લોહી વહ્યું, સારવાર દરમિયાન મોત

VADODARA : વડોદરા (VADODARA) પાસે પોર (POR) માં ઘરનો દરવાજો ખોલવા માટે મોડું થતા યુવકે ઘરની કાચની સ્લાઇડ બારીમાં મુક્કો મારતા કાચ વાગ્યા હતા. કાચ વાગતા લોહી દદડવાનું શરૂ થઇ…

VADODARA : વડોદરા (VADODARA) પાસે પોર (POR) માં ઘરનો દરવાજો ખોલવા માટે મોડું થતા યુવકે ઘરની કાચની સ્લાઇડ બારીમાં મુક્કો મારતા કાચ વાગ્યા હતા. કાચ વાગતા લોહી દદડવાનું શરૂ થઇ ગયું હતું. વધુ લોહી વહી જતા યુવકની હાલત બગડી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માતાને ખોલવામાં મોડું થતા તે રોષે ભરાયો

વડોદરા પાસે પોરની રામેશ્વર સોસાયટીમાં કુસુમબેન હસમુખભાઇ કાવા (ઉં. 44) તેમના પરિવાર સાથે રહે છે. તેમને પુત્ર પ્રિયદત્ત હસમુખભાઇ કાવા 27 માર્ચે બહાર ગયો હતો. અને રાત્રે 9 વાગ્યે બહારથી ઘરે પરત ફર્યો હતો. તેવામાં ઘરનો દરવાજો બંધ હોવાથી તેણે ખખડાવ્યો હતો. દરવાજો ખખડાવ્યા બાદ તેની માતાને ખોલવામાં મોડું થતા તે રોષે ભરાયો હતો. દરવાજો ખોલવામાં સમય જતા તેનો રોષ વધતો જતો હતો.

સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

આખરે રોષે ભરાયેલા પ્રીયદત્ત હસમુખભાઇ કાવાએ પોતાનો જમણો હાથ જોરથી ધઘર બહાર લાગેલી કાચની સ્લાઇડર બારીમાં મારી દીધો હતો. જેને કારણે કાચ તુટી ગયા હતા. અને કાચ તેના હાથે પણ વાગ્યા હતા. કાચના ઘા ઉંડા હોવાના કારણે તુરંત તેના હાથમાંથી દડદડ લોહી નિકળવાનું શરૂ થઇ ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત પ્રીયદત્તને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

યુવકનું સારવાર દરમિયાન મોત

વડોદરાના એસએસજી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગતરોજ 1 – 40 કલાકે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. નજીવી બાબતે યુવકે પિત્તો ગુમાવતા કાચની બારીમાં હાથ મારી દીધો હતો. તે બાદ જે સ્થિતીનું સર્જન થયું તેમાં યુવકે સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. અને પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોક પ્રસરી જવા પામ્યો છે.

આ પણ વાંચો —VADODARA : કિંમતી લાલ ચંદનના વાવેલા છોડ ગાય-ભેંસ ચરી ગઇ

Whatsapp share
facebook twitter