+

Jamnagar : જાણીતી શાળામાં બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે કર્યાં શારીરિક અડપલાં, પછી આપી આ ધમકી

જામનગરની (Jamnagar) બાલાચડી સૈનિક શાળામાં શરમજનક કૃત્યની ઘટના સામે આવી છે. શાળામાં બેન્ડ માસ્ટર પર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે. સાથે જ આરોપીએ શારીરિક અડપલાં કર્યા…

જામનગરની (Jamnagar) બાલાચડી સૈનિક શાળામાં શરમજનક કૃત્યની ઘટના સામે આવી છે. શાળામાં બેન્ડ માસ્ટર પર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે. સાથે જ આરોપીએ શારીરિક અડપલાં કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ શરમજનક મામલો સામે આવતા પ્રિન્સિપાલે બેન્ડ માસ્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અડપલાં કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

દેશભરમાં જાણીતી જામનગરની (Jamnagar) બાલાચડી સૈનિક શાળામાંથી (Balachdi Sainik School) એક હચમચાવે એવી અને શરમજનક ઘટના સામે આવી છે. શાળામાં વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાંનું જઘન્ય કૃત્ય બન્યું છે. માહિતી મુજબ, બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગી (Pawan Kumar Dangi) પર બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આશરે 12 વર્ષીય ઉંમર ધરાવતા બંને બાળકો પર બેન્ડ માસ્ટર ગુસ્સે થયા હતા અને ત્યાર બાદ શારીરિક અડપલાં કર્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને અડપલાં વિશે કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પ્રિન્સિપાલની બેન્ડ માસ્ટર સામે પોલીસ ફરિયાદ

આ જઘન્ય કૃત્ય સામે આવતા પીડિત વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે શાળાના પ્રિન્સિપાલ શ્રેયસ મહેતાએ (Shreyas Mehta) આ મામલે બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગી સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં (Jodia police station) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પવનકુમાર ડાંગી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જાણીતી શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વાલીઓની ચિંતા વધી છે સાથે શાળાની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે.

આ પણ વાંચો – Rajkot : હનીટ્રેપમાં ફસાયેલા યુવકના આપઘાત કેસમાં GRD યુવાન અને યુવતી સામે ગુનો દાખલ

આ પણ વાંચો – Rajkot : એરપોર્ટ પર 100 થી વધુ મુસાફરો રઝળી પડ્યા! એરલાઇન સ્ટાફ સાથે ઊગ્ર બોલાચાલીનો Video વાઇરલ

આ પણ વાંચો – VADODARA : MSU માં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે મોટો નિર્ણય લેવાના સંકેતો

Whatsapp share
facebook twitter