+

VADODARA : ઘરેથી નિકળેલા યુવકના અંતિમ સમાચાર મળ્યા

VADODARA : વડોદરા (VADODARA) પાસે શિનોર તાલુકામાં નર્મદા નદી (NARMADA RIVER) પર આવેલા રંગસેતુ બ્રિજ પરથી ડભોઇના યુવાને ઝંપલાવીને અંતિમ પગલું ભર્યું છે. આ ઘટનામાં મૃતક યુવકનું ટુ વ્હીલર અને…

VADODARA : વડોદરા (VADODARA) પાસે શિનોર તાલુકામાં નર્મદા નદી (NARMADA RIVER) પર આવેલા રંગસેતુ બ્રિજ પરથી ડભોઇના યુવાને ઝંપલાવીને અંતિમ પગલું ભર્યું છે. આ ઘટનામાં મૃતક યુવકનું ટુ વ્હીલર અને તેના ચપ્પલ બ્રિજ પરથી મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મૃતક યુવકની ઓળખ પ્રવિણ વસાવા (રહે. ભીલવ ગામ, ડભોઇ) હોવાની થઇ છે.

અંતિમ પગલું ભર્યું

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ડભોઇના ભીલવ ગામે રહેતો પ્રવિણ વસાવા ટુ વ્હીલર લઇને ઘરેથી નિકળ્યો હતો. બે દિવસ પહેલા તેણે તેના પરિવારને રાજપીપળા જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેના ઘરેથી નિકળ્યા બાદ તે નર્મદા નદી પર આવેલા રંગસેતુ બ્રિજ પર પહોંચ્યો હતો. જ્યાંથી તેણે નદીમાં ઝંપલાવીને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસનો ધમધમાટ શરૂ

આ અંગે પ્રવિણ ના પરિવારને જાણ કરાતા તમામ શોકમાં ગરકાવ થયા હતા. તરવૈયાઓએ જનકેશ્વર આશ્રમમા નજીકથી યુવકના મૃતદેહને રેસ્ક્યૂ કર્યો હતો. હાલ તબક્કે પ્રવિણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પરિજનો આ ઘટનાને લઇને શોકગ્રસ્ત બન્યા છે. ઘટના સ્થળ પરથી વાહન મળી આવવાને કારણે મૃતકની ઓળખ સરળ બની હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. સ્થાનિકોના મતે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે તંત્રએ યોગ્ય પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.

આ પણ વાંચો — VADODARA : દુકાને જાઉં છું, કહી નિકળેલા ઘરના મોભીનો કોઇ પત્તો નહી

Whatsapp share
facebook twitter