+

Vadodara : હરણી હત્યાકાંડ! બેની અટકાયત, મુખ્ય કોન્ટ્રાક્ટર ફરાર, CM એ લીધો આ નિર્ણય

Vadodara : વડોદરામાં (Vadodara) હરણી તળાવમાં (HarniMotnathlake) થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા છે. આ કરુણ ઘટનાને લઈને રાજ્ય આખું હચમચાવી ગયું છે. હાલ વડોદરાનું આખુ તંત્ર બનાવ…

Vadodara : વડોદરામાં (Vadodara) હરણી તળાવમાં (HarniMotnathlake) થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા છે. આ કરુણ ઘટનાને લઈને રાજ્ય આખું હચમચાવી ગયું છે. હાલ વડોદરાનું આખુ તંત્ર બનાવ સ્થળે છે. વધુમાં બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા છે. જેના ભાગરૂપે 5 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337 હેઠળ ગુનો દાખલ કરાયો છે.  ત્યારે ક્રાઇમ બ્રાન્ચે  બે શખ્સોની અટકાયત કરી છે . પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. પોલીસ સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.

 

CM ભૂપેન્દ્ર પટેલે વડોદરા પ્રશાસનને કડક કાર્યવાહીના આપ્યા આદેશ
આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે આઇપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઇ છે. બીજી બાજુ ફરિયાદના આધારે મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. વધુમાં આ મામલે કશુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેએ જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો  છે  ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તંત્રને આદેશ આપવામાં આવ્યા છે.

સનરાઇઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોની બોટ ઉંધી વળી જતાં બાળકો તેમજ શિક્ષકો તળાવમાં ડૂબી ગયા છે..જેમાં 14ના મોત થયા છે. આ ગંભીર બનાવના સંબંધમાં સરકારએ ઉચ્ચકક્ષાએ તપાસ કરાવવાનો નિર્ણય કરીને વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ તપાસ સોંપતા હવે કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બનવા બન્યો છે.?, આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર, કોઇ ઇજારદાર કે અન્ય કોઇની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ?

10 દિવસમાં તપાસ કરી અહેવાલ સોંપવા આદેશ

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે. ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે બે શખ્સોની અટકાયત કરી છે. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી ફરાર છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ જે બે શખ્સોની અટકાયત કરી છે તેની પુછપરછ ચાલું છે. પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. પોલીસ સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.

 

 

વડોદરાનું હરણી તળાવ જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની છે. જેમાં અત્યાર સુધીની માહિતી મુજબ 14 લોકોના મોત થયા છે. 14 લોકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો સામેલ છે. બોટની ક્ષમતા કરતા વધુ વજન થતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં કુલ 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા. 31 લોકોમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 શાળા સ્ટાફના લોકો હતા.

 

14 લોકોના મોત થયા છે
વડોદરાનું હરણી તળાવ જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની છે. જેમાં અત્યાર સુધીની માહિતી મુજબ 14 લોકોના મોત થયા છે. 14 લોકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો સામેલ છે. બોટની ક્ષમતા કરતા વધુ વજન થતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં કુલ 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા. 31 લોકોમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 શાળા સ્ટાફના લોકો હતા.

 

આ  પણ  વાંચો  – Harani News: હરણી હત્યાકાંડ પર વિપક્ષના તંત્ર પર ધારદાર પ્રહારો

 

Whatsapp share
facebook twitter