+

CUET UG Exam: દિલ્હીમાં આવતીકાલે યોજાયેલ CUET UG પરીક્ષા મોફૂક રખાઈ, જાણો નવી તારીખો

CUET UG Exam: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 15 મેના રોજ દિલ્હીમાં યોજાનારી CUET UG પરીક્ષાને રાખી છે. આ સિવાય બાકીના શહેરોમાં પરીક્ષા તેના નિયત સમયપત્રક મુજબ યોજાશે. NTA એ…

CUET UG Exam: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 15 મેના રોજ દિલ્હીમાં યોજાનારી CUET UG પરીક્ષાને રાખી છે. આ સિવાય બાકીના શહેરોમાં પરીક્ષા તેના નિયત સમયપત્રક મુજબ યોજાશે. NTA એ આ અંગે નોટિસ જારી કરી છે. NTA એ તેના Notification માં કહ્યું છે કે કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી અને જનરલ ટેસ્ટ 15 મેના રોજ દિલ્હી (Delhi) માં લેવાના હતા.

  • NTA એ નોટિસ જારી કરી છે

  • દિલ્હીમા પરિક્ષા મોફૂક રખાઈ

  • બાકીના રાજ્યોમાં નિયત સમય પ્રમાણે પરિક્ષા લેવાશે

પરંતુ અગમ્ય કારણોસર તે મુલતવી રાખવામાં આવી રહ્યું છે. હવે તેનું આયોજન 29મી મેના રોજ કરવામાં આવશે. જોકે ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને નોઈડા સહિત દેશના અને વિદેશના અન્ય તમામ શહેરોમાં પરીક્ષા તેના પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ લેવામાં આવશે. ઉપરાંત દિલ્હીમાં 16, 17 અને 18 મેના રોજ યોજાનારી પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: UP Marriage Case: પતિ-પત્ની અને વોના કેસમાં સામે આવ્યું કુરકુરે

આ પરીક્ષા દેશ અને દુનિયાના 379 શહેરોમાં લેવાશે

CUET UG 2024 માટે 13 લાખ 47 હજાર અરજીઓ આવી છે. આ પરીક્ષા દેશ અને દુનિયાના 379 શહેરોમાં લેવાશે. જેમાંથી 26 શહેરો વિદેશના છે. NTA એ 15 મે થી 18 મે સુધીની પરીક્ષા માટે હમણાં જ એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. જે સત્તાવાર વેબસાઇટ https://exams.nta.ac.in/CUET-UG/ પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.

આ પણ વાંચો: Voting Guidelines: મતદાન મથક પર બુરખો પહેરીને આવું કેટલું યોગ્ય, વિદેશમાં શુ નિયમો છે?

Whatsapp share
facebook twitter