+

Kenya Flood Aid: કેન્યાની મદદ માટે ભારતે ભજવી મુખ્ય ભૂમિકા, 40 ટન દવાઓ સાથે….

Kenya Flood Aid: આજરોજ ભારતે (India) આફ્રિકન (African) દેશ કેન્યા (Kenya) માં પૂરથી પ્રભાવિત લોકો માટે રાહતની સામગ્રી (Flood Aid) નો જથ્થો મોકલી આપ્યો છે. Military transport aircraft દ્વારા મોકલવામાં…

Kenya Flood Aid: આજરોજ ભારતે (India) આફ્રિકન (African) દેશ કેન્યા (Kenya) માં પૂરથી પ્રભાવિત લોકો માટે રાહતની સામગ્રી (Flood Aid) નો જથ્થો મોકલી આપ્યો છે. Military transport aircraft દ્વારા મોકલવામાં આવેલ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) માલમાં 40 ટન દવાઓનો પણ સમાવેશ થાય છે.

  • ભારતે કેન્યા માટે ફરી એકવાર મદદ મોકલી

  • 40 ટન દવાઓ સાથે અન્ય સાધનો મોકલી આપ્યા

  • ભારત ઐતિહાસિક ભાગીદારી માટે પ્રતિબદ્ધિત

ગયા અઠવાડિયે કેન્યા (Kenya) ને મદદના સ્વરૂપે માલ-સામાનની પ્રથમ બેચ આપવામાં આવી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે (Dr. S Jaishankar) ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘કેન્યામાં પૂરથી પ્રભાવિત લોકોને મોકલવામાં આવેલા HADR ના બીજા કન્સાઇનમેન્ટમાં 40 ટન દવાઓ, તબીબી પુરવઠો અને અન્ય સાધનોનો સમાવેશ કર્યો છે. અમે ઐતિહાસિક ભાગીદારી અને વિશ્વ ભાઈચારા માટે ઊભા છીએ.

આ પણ વાંચો: ઈઝરાયરલના હુમલામાં ભારતીય રીટાયર્ડ કર્નલનું મોત, વાંચો અહેવાલ

188 લોકો ઘાયલ થયા છે અને 2,80,000 લોકો વિસ્થાપિત થયા

કેન્યા (Kenya) ના ઘણા ભાગો પૂરથી પ્રભાવિત છે. કેન્યા (Kenya) સરકારના આંકડાઓ અનુસાર વિનાશક પૂરના કારણે વ્યાપક વિનાશ થયો છે અને લગભગ 267 લોકો માર્યા ગયા છે. 188 લોકો ઘાયલ થયા છે અને 2,80,000 લોકો વિસ્થાપિત થયા છે.

આ પણ વાંચો: POK માં લોકો રસ્તા પર ઉતર્યા, પાકિસ્તાની સુરક્ષા દળોએ લોકો પર ગોળીબાર કર્યો…

Whatsapp share
facebook twitter