+

VADODARA : વધુ પૈસા કમાવવાની લ્હાયમાં પિતા-પુત્ર ગૌમાંસના સમોસા વેચતા

VADODARA : વડોદરાના સિટી પોલીસ મથક (CITY POLICE STATION) ની હદમાંથી ઝોન – 4 એલસીબી (LCB ZONE – 4) દ્વારા ઘરમાંથી જ ધમધમતી ગૌમાંસના સમોસાની ફેક્ટરી ઝડપી પાડી હતી. આ…

VADODARA : વડોદરાના સિટી પોલીસ મથક (CITY POLICE STATION) ની હદમાંથી ઝોન – 4 એલસીબી (LCB ZONE – 4) દ્વારા ઘરમાંથી જ ધમધમતી ગૌમાંસના સમોસાની ફેક્ટરી ઝડપી પાડી હતી. આ મામલે વધુ ઉંડાણ પૂર્વકની તપાસમાં વધુ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હોવાની માહિતી ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને આપી હતી. આરોપી પિતા-પુત્ર દ્વારા વધુ પૈસા કમાવવાની લ્હાયમાં ગૌમાંસના સમોસા વેચતા હોવાનું તેમણે જણાવ્યું છે.

એફએસએલની ટીમે પુષ્ટિ કરી

DCP પન્ના મોમાયાએ જણાવ્યું કે, 6 એપ્રિલના રોજ સીટી પોલીસ મથકમાં આવતા છીપવામાં આવેલા મકાનમાં ગૌ માંસના સમોસા બનાવીને આખા શહેરમાં મોકલવામાં આવતા હોવાની બાતમી મળી હતી. જે આધારે ઝોન – 4 એલસીબીની ટીમે સ્થળ પર પહોંચીને રેડ કરી હતી. ટીમને રેડમાં 113 કિલો ગૌ માંસ, 152 કિલો સમોસાનો માવો, 61 કિલો કાચા તૈયાર સમોસા મળી આવ્યા હતા. જે તાત્કાલિક એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી. જેણે ગૌમાંસ હોવા અંગેની પુષ્ટિ કરી હતી.

સંચાલક પિતા-પુત્ર સહિત મજૂરો ઝબ્બે

DCP પન્ના મોમાયાએ વધુમાં જણાવ્યું કે, જે બાદ સિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુનો દાખલ કર્યા બાદ મહંમદ યુસુફ ફકીર મહંમદ શેખ અને મહંમદ નઇમ મહંમદ યુસુફ શેખ (ચાબુક સવાર) સંચાલકની અટકાયત કરવામાં આવી હતી. ફેક્ટરીમાં કામ કરતા મજુરમાં મહંમદ હનીફ ગનીભાઇ કઠીયારા (રહે. નડિયાદ), દિલાવર ઇસ્માઇલ પઠાણ (રહે. ઠાસરા), મોઇમ મહેબુબશાહ હલાલ (રહે. નડિયાદ), મોબીન યુસુફ શેખ (રહે. કપડવંજ) ની અટકાયત કરવામાં આવી હતી. સ્થળ પરથી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આખા શહેરમાં સપ્લાય

DCP પન્ના મોમાયાએ ઉમેર્યું કે, કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલ્યું હતું. આરોપી ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફ કુરૈશી (રહે. ભાલેજ, ઉમરેઠ) ની અટકાયત કરવામાં આવી છે. હાલ તે કસ્ટડીમાં છે. સંચાલક મહંમદ યુસુફ ફકીર મહંમદ શેખ મકાનમાં જ ગૌમાંસના સમોસા તૈયાર કરીને આખા શહેરમાં સપ્લાય કરતો હતો. તેની પાસે ગુમાસ્તાધારા સહિત કોઇ પણ લાયસન્સ નથી. તેના વગર જ તૈયાર કરીને શહેરમાં સપ્લાય કરતા હતા.

બંનેને ખબર હતી, તેઓ ગૌવંશના સમોસા બનાવી રહ્યા છે

DCP પન્ના મોમાયાએ વધુમાં ઉમેર્યું કે, હાલ તપાસમાં સામે આવ્યું કે, મહંમદ યુસુફ ફકીર મહંમદ શેખના પિતા પણ આ જ રીતે સમોસા બનાવીને વેચતા હતા. હવે તેનો પુત્ર પણ આ જ ધંધો કરે છે. અહિંયા કાચા સમોસા તેઓ ઘણી જગ્યાએ વેચતા હતા. મહંમદ યુસુફ ફકીર મહંમદ શેખ અને મહંમદ નઇમ મહંમદ યુસુફ શેખ બંનેને ખબર જ હતી કે તેઓ ગૌવંશના સમોસા બનાવી રહ્યા છે. જે પ્રતિબંધિત છે, જેનો ઉપયોગ નથી કરવાનો. પરંતુ કમાઇ લેવાના ઇરાદાથી તેઓ આ કામ કરતા હતા.

આ પણ વાંચો — DEVGADH BARIA : મહિલા રોજગારીનું માધ્યમ બન્યા મહુડાના ફૂલ

Whatsapp share
facebook twitter