+

VADODARA : આચાર સંહિતા લાગુ થતા 2974 થી વધુ રાજકીય પ્રચાર સામગ્રી દુર કરાઇ

VADODARA : વડોદરા  (VADODARA) શહેર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી- 2024 (LOKSABHA GENERAL ELECTION – 2024) ની શનિવારે જાહેરાત થવાની સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતા (MODEL CODE OF CONDUCT)…

VADODARA : વડોદરા  (VADODARA) શહેર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી- 2024 (LOKSABHA GENERAL ELECTION – 2024) ની શનિવારે જાહેરાત થવાની સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતા (MODEL CODE OF CONDUCT) નો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેની ચુસ્ત અમલવારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 2974 થી વધુ રાજકીયા પ્રચાર સામગ્રી દુર કરી દેવામાં આવી છે. આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

10 વિધાનસભા મત વિભાગદીઠ નોડલ અને મદદનીશ નોડલ અધિકારીની નિમણૂક

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બિજલ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ વડોદરા,છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા વિભાગના વિધાનસભા મતવિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અસરકારક અમલીકરણ માટે વડોદરા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.આ ઉપરાંત શહેર જિલ્લાના 10 વિધાનસભા મત વિભાગદીઠ નોડલ અને મદદનીશ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.શનિવારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા રાજકીય પક્ષોની પ્રચારાત્મક સામગ્રી હટાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું.

જાહેર મિલકતો પરથી દિવાલો પરના લખાણો પણ દુર કરાયા

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે શહેર જિલ્લાની જાહેર મિલકતો પરથી 748 દિવાલો પરના લખાણો, 385 પોસ્ટર્સ તથા 232 બેનર્સ તેમજ 675 જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી સહિત કુલ 2040 જ્યારે ખાનગી મિલકતો પરથી 307 દિવાલ પરના લખાણો, 357 પોસ્ટર્સ, 17 બેનર્સ અને 253 અન્ય 934 સહિત કુલ 2974 જેટલી રાજકીય પક્ષોની પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.

પ્રચારાત્મક હટાવવાની કામગીરી શરૂ

વડોદરા શહેર જિલ્લાની જાહેર તથા ખાનગી ઈમારતો પરથી રાજકીય પક્ષોના પોસ્ટર્સ, બેનર્સ, ભીંત પરના લખાણો સહિત અન્ય પ્રચારાત્મક હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં 2974 થી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. આ સાથે જ આદર્શ આચાર સંહિતા અંતર્ગત વડોદરા શહેરના ચૂંટાયેલા પદાધિકારીઓ પાસેથી તેમના સરકારી વાહન જમા કરાવી લેવામાં આવ્યા છે. અને વાહનો પરથી સરકારી પદહોદ્દાઓની તકતીઓ દુર કરી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ વાહનો ચૂંટણી તંત્રને સોંપવામાં આવશે. જેનો ઉપયોગ લોકસભા – 2024 માં થનાર છે.

આ પણ વાંચો —VADODARA : ખાનગી લક્ઝરી બસ આગમાં સ્વાહા, 20 મુસાફરોનો બચાવ

Whatsapp share
facebook twitter