+

VADODARA : ચૂંટણી અંગે મુંઝવતા પ્રશ્નોને લઇ ટોલ ફ્રી હેલ્પલાઇન પર સવાલોનો મારો

VADODARA : આગામી સમયમાં લોકસભા (LOKSABHA 2024) અને વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી (VIDHANSABHA 2024) યોજાનાર છે. મતદાન વિષયક અને આદર્શ આચારસંહિતા ભંગને લગતી ફરીયાદના ત્વરિત નિકાલ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા…

VADODARA : આગામી સમયમાં લોકસભા (LOKSABHA 2024) અને વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી (VIDHANSABHA 2024) યોજાનાર છે. મતદાન વિષયક અને આદર્શ આચારસંહિતા ભંગને લગતી ફરીયાદના ત્વરિત નિકાલ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ્લિકેશન અને હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પારદર્શી ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ચાલતું ચૂંટણી નિયંત્રણ કક્ષ ૨૪×૭ નાગરિકોની સેવા માટે ખડેપગે ફરજ બજાવી રહ્યું છે.

ફ્વાઇંગ સ્ક્વોર્ડ આચારસંહિતાના ભંગના સ્થળે પહોંચે

ભારતીય ચૂંટણી પંચ દ્વારા કાર્યરત C-VIGIL થકી વડોદરા જિલ્લા તથા શહેરમાં ૨૪×૭ ચાલતા નિયંત્રણ કક્ષમાં  આજ સુધી આદર્શ આચાર સંહિતાના ભંગને લાગતી ૩૯ ફરિયાદો ઓનલાઇન એપ્લિકેશન દ્વારા મળી છે. જેમાંથી મહત્તમ ફરિયાદો ૨૧.૦૦ થી  ૦૧.૦૦ કલાક દરમ્યાન મળી છે. જાણ થયાની ગણતરીની મિનિટોમાં GIS આધારિત C-VIGIL ઍપ દ્વારા ફ્વાઇંગ સ્ક્વોર્ડ આચારસંહિતાના ભંગના ચોક્કસ સ્થળે પહોંચી જાય છે. ૧૦૦ મિનિટમાં સ્ટેટસ રિપોર્ટ આપતી આ એપ Google Play Store અને Apple App Store બંને પર ઉપલબ્ધ છે.

૧૦૦ મિનિટ નિકાલ કરવાનો ઉદ્દેશ્ય

C-VIGIL એપ્લીકેશનમાં મળેલ ફરિયાદો મુખ્યત્વે દીવાલો પરના લખાણો,સ્લોગનને દૂર કરવા, મની ડીસ્ટ્રિબ્યુશન, જાહેર જગ્યાઓ પરથી પરવાનગી વગરના રાજકીય પક્ષોના બેનર તથા પોસ્ટર દૂર કરવા અંગેની ફરિયાદો મળી છે. આ તમામ ફરિયાદોના નિકાલ માટે ૧૦૦ મિનિટ નિકાલ કરવાનો રહે છે પરંતુ આ નિયંત્રણ કક્ષની આગમચેતી અને સમયસૂચકતાના ફળ સ્વરૂપે ગણતરીની મિનિટોમાં તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

રિયલ ટાઈમ-સ્ટેમ્પ સહિતના પુરાવા સાથે ફરીયાદ કરવાની સુવિધા

૨૪ કલાક ધમધમતા આ નિયંત્રણ કક્ષમાં આદર્શ આચાર સંહિતાના ભંગને લગતી ફરિયાદો નોંધાવા માટે ૧૯૫૧ ટોલ ફ્રી હેલ્પલાઇન પણ કાર્યરત છે. નિયંત્રણ કક્ષમાં ફરજ પરના કર્મયોગીના જણાવ્યા અનુસાર C-Vigil હેલ્પલાઇન પર કોલ આવે છે તેને સમય મર્યાદા પૂર્ણ થતાં પહેલાં નિકાલ પણ કરવામાં આવ્યો છે. જાગૃત મતદાતાઓ રિયલ ટાઇમ ફોટો/વિડિયો અપલોડ કરી રિયલ ટાઈમ-સ્ટેમ્પ સહિતના પુરાવા સાથે ફરીયાદ કરવાની સુવિધાના કારણે હેલ્પલાઇનની સરખામણીએ C-Vigil એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

વધુ કૉલ ચૂંટણી લક્ષી માહિતી મેળવવાના મળ્યા

ફક્ત આદર્શ આચાર સંહિતાના ભંગ વિશે જ નહી પરંતુ મતદારોને મતદાન અંગે મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ પણ ૧૯૫૦ હેલ્પલાઇન થકી આ નિયંત્રણ કક્ષમાં લાવવામાં આવે છે. નાગરિકોના ૨૮૦ કરતા વધુ કૉલ તો ચૂંટણી લક્ષી માહિતી મેળવવા, નવું ચૂંટણી કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અને મતદાર યાદીમાં નામ છે કે નહિ તેવી ચકાસણી કરવા અંગે કૉલ મળ્યા છે.

તમામ પહેલ શહેર જિલ્લામાં કાર્યરત

ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતાના સુચારુ અમલીકરણ માટે  C-Vigil પોર્ટલ તથા ૧૯૫૧- ટોલફ્રી હેલ્પલાઇન, વોટર પોર્ટલ તથા ૧૯૫૦- વોટર હેલ્પલાઇન, સુવિધા એપ્લીકેશન, સક્ષમ એપ્લીકેશન સહિત તમામ પહેલ વડોદરા શહેર જિલ્લામાં કાર્યરત છે. જિલ્લા ચૂંટણી તંત્ર હેઠળ ચાલતું ચૂંટણી નિયંત્રણ કક્ષ નાગરિકોની લોકશાહી અને ભારતીય ચૂંટણી પંચ પ્રત્યેની વિશ્વસનીયતા, પારદર્શિતા અને સરળતામાં સતત વધારો થાય તેવા પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો —  VADODARA : રોંગ સાઇડ આવતા વાહનની ભુલે ત્રણ ઇજાગ્રસ્ત

Whatsapp share
facebook twitter