+

VADODARA : ડેન્ટિસ્ટ અને પેશન્ટ વચ્ચેની મગજમારીમાં પોલસની એન્ટ્રી

VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર વિસ્તારમાં આવેલી ડોક્ટર ધામત ડેન્ટલ ક્લિનીક (DENTAL CLINIC CONTROVERSY) માં એક દર્દીને દાંતની સારવારમાં વાંધો પડતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. વાત વણસતા હાલ સમગ્ર…

VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર વિસ્તારમાં આવેલી ડોક્ટર ધામત ડેન્ટલ ક્લિનીક (DENTAL CLINIC CONTROVERSY) માં એક દર્દીને દાંતની સારવારમાં વાંધો પડતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. વાત વણસતા હાલ સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથક પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ

દાંતમાં તકલીફ થતા ફેની નામની યુવતિ માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ડોક્ટર ધામતના દવાખાને પહોંચી હતી. જ્યાં તેની સારવાર પણ કરવામાં આવી હતી. અનેક ઉતાર-ચઢાવના અંતે યોગ્ય સારવાર કરવામાં નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ડોક્ટર અને સારવાર કરવા આવેલી યુવતીએ એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા હતા. જો કે, પોલીસ દ્વારા આ મામલે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો તેમ નહિ થાય તો આગળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અલાઈમેન્ટમાં ઇશ્યુ છે

સમગ્ર મામલે દર્દી ફેનીએ આરોપ મુકતા જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં હું પ્રથમ વખત આવી હતી. તેઓ અમારા ફેમિલી ડોક્ટર હતા. અત્યાર સુધી પરિવારને વિશ્વાસ હતો. શરૂઆતમાં કેવિટીને લઇ દાંત ખુલતા ન હતા. જમણી બાજુથી મારા દાંતમાં અવાજ આવ્યો ટીક ટીક, તો એમણે એવું કીધું કે મારા અલાઈમેન્ટમાં ઇશ્યુ છે. જે જગ્યાએથી મોઢું બંધ થવું જોઈએ એ નથી થઈ રહ્યું અને એ વસ્તુ એમની મને સાચી પણ લાગી હતી. મને સારવારમાં ફરક પણ લાગ્યો. તેમણે મને એવું પણ કીધું કે અલાયમેટની ટ્રીટમેન્ટ કરવી પડશે, અને સાથે જ મને બીજા બધા દર્દીઓના ફોટો પણ બતાવ્યા.

તો બધા ગાયબ થઈ ગયા

વધુમાં કહ્યું કે, તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે. એના પછી મેં કેવીટી ની ટ્રીટમેન્ટ માટે પૂછ્યું હતું, તેમણે કહ્યું હતું કે છ સાત મહિના સુધી કોઈપણ વાંધો નહીં આવે, એના પછી મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ. એક વખત ના થઈ શકી તો બીજી વખત આપણે કરવું પડશે. જે ચાર્જ હતો, તે 1,000 રૂ. બે વખતનો મેં આપી દીધો. બીજી વખત સારવારના મેં 8,000 પે કરી દીધા છે. પુછ્યું કે, હજી કેટલી ટ્રીટમેન્ટ બાકી છે. તમે મને પહેલેથી કહી દો. મેં એમની પાસે બહાર જોવા માટે ફાઈલ આવી હતી અને ફાઈલ માંગી હતી. ફાઈલ મારી સામે કાઢી પણ હતી. પણ ક્યાં લઈ જાઓ છો એવું પણ કીધું, તો એ લોકો અંદર ફાઈલ લઈ જતા હતા. એ લોકોએ કહ્યું કે પહેલા ડોક્ટર જોશે. તો એ જ વસ્તુ જ્યારે મેં ડોક્ટર પાસે અંદર જઈને કીધું ફાઈલ આપો તો એમને એવું કીધું કે ફાઈલ મારી પાસે છે. બહાર આવીને જોયું તો બધા ગાયબ થઈ ગયા હતા. પછી ડોક્ટર કહે છે તમને લોકોને નહીં બતાવું અને ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા.

ડોક્ટરે ફાઈલ સંતાડી દીધી

દર્દીના સગા હેમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે એના દાંતમાં દુખાવા નો સેજ પ્રોબ્લેમ હતો. ડોક્ટરે રૂટ કેનલ કરવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું મિસગાઈડ કર્યા, ત્યાર પછી અમે બીજા ડોક્ટરનો સંપર્ક કર્યો, એમણે એવું કીધું કે કશું નથી. જેથી અમે અમારી આજે ફાઈલ લેવા માટે આવ્યા હતા. ત્યારે ડોક્ટરે ફાઈલ સંતાડી દીધી. અમને ફાઈલ ન આપી અને તુતા કરી હતી. જે બધા રેકોર્ડિંગ અને બધું જ અમારી પાસે કેમેરામાં છે. ડોક્ટરોને ખાસ આપણી ગવર્મેન્ટએ સજા કરવી જોઈએ એ અમારી માંગ છે.

વાત 100 ટકા ખોટી છે

ડો. ધર્મેશ ધામત જણાવે છે કે, આક્ષેપ શું લગાડે છે એ જ મને નથી ખબર, સીધા આવ્યા કે અમારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે. બીજા પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ હતી. ત્યારે મને લાફો માર્યો, મેં કીધું કે તમે મને આ રીતે મારી ન શકો. મેં કીધું કે તમે શું સમજો છો, દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે, રૂટ કેનલ ની અંદર મેડિસિન મૂકેલી છે. એમને જોઈન્ટ પેન છે. એની માટે ફિઝિયોથેરાપીસ્ટ પાસે રિફર કરેલા છે. જ્યારે પેઈન મટશે, ત્યારે ટ્રીટમેન્ટ આગળ ચાલુ રહેશે, પણ એમ કહે છે કે, ડોક્ટર જવાબદાર છે તો એ વાત 100 ટકા ખોટી છે. ડોક્ટર કઈ રીતે જોઈન્ટ સુધારી શકે અને બગાડી શકે. જે ટ્રીટમેન્ટ છે તે ચાલી રહી છે. સાંધાનો દુખાવો રાતોરાત ડોક્ટર મટાડી ન શકે ? સો ટકા ખોટી વાત છે. આવી એક્સપેક્ટેશન, જ્યારે દર્દી રાખે. ફાઈલ અંદર જ છે, પણ શોધવાનો સમય તો મળવો જોઈએ કે નહીં.

આ પણ વાંચો — VADODARA : ગેમઝોન પર જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ

Whatsapp share
facebook twitter