+

VADODARA : 16 થી વધુ વાહનચોરીમાં સંડોવાયેલો “મહેબુબ” ઝબ્બે

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા 16 થી વધુ વાહનચોરીમાં (VEHICLE THEFT) સંડોવાયેલા મહેબુબખાન પઠાણને દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સામે વડોદરા સહિત રાજ્યભરના અનેક શહેરોના પોલીસ…

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા 16 થી વધુ વાહનચોરીમાં (VEHICLE THEFT) સંડોવાયેલા મહેબુબખાન પઠાણને દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સામે વડોદરા સહિત રાજ્યભરના અનેક શહેરોના પોલીસ મથકમાં ગુના નોંધાઇ ચુક્યા છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પાસેથી રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા માહિતીના આધારે લાલ બાદ બ્રિજ નીચે શંકાસ્પદ ઓટો સાથે મહેબુબખાન આદમખાન પઠાણ (ઉં. 35) (રહે. સુલતાનીયા જીમખાના, કોઝ-વે ઝુપડપટ્ટીમાં, રાંદેર, સુરત) ની અટકાયત કરી હતી. મહેબુબ અગાઉ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી તેની પાસે રહેલી રીક્ષા અંગે તેની પાસે કાગળિયા માંગવામાં આવ્યા હતા. સાથે જ રીક્ષાની માલિકીને લઇને સવાલો પુછવામાં આવ્યા હતા. જો કે, તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખરાઇ કરવામાં આવી

ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ આગવી ઢબે પુછપરછ કરતા તેણે ત્રણ દિવસ પહેલા સયાજીગંજ વિસ્તારમાં કમાટીબાગ પાસેથી ઓટોરીક્ષાની ચોરી કરી હોવાનું તેણે જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગેની ખરાઇ કરવામાં આવી હતી. જે બાદ તેને વધુ તપાસ અર્થે સયાજીગંજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

રેકી કરીને ઓટોરીક્ષા ચોરતો

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, મહેબુબખાન પઠાણ ઓટોરીક્ષાની ચોરીની એમઓ ધરાવે છે. તાજેતરમાં છ દિવસ પહેલા જ રાવપુરા પોલીસ મથકમાં વાહન ચોરીની ગુનામાં તે જેલમુક્ત થયો હતો. આર્થિક ફાયદા માટે તે રેકી કરીને ઓટોરીક્ષા ચોરતો હોવાનું સામે આવ્યું છે.

સફળતા મળી

આરોપી સામે સુરત, અમદાવાદ, મહેસાણા, વડોદરા, ભરૂચ-અંકલેશ્વર, દાહોદ શહેરના વિવિધ પોલીસ મથકોમાં 16 ફરિયાદ નોંધાવવા પામી છે. આમ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમનો રીઢો વાહનચોર પકડી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : હાઇ-વેની બાજુના ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

Whatsapp share
facebook twitter