+

VADODARA : ભંગારના ધંધામાં કમાઇ લેવા માટે ભારે નાટક કર્યું

VADODARA : વડોદરા પાસે આવેલી કંપનીના લોખંડના સ્ક્રેપમાં કમાઇ લેવા માટે અમદાવાદની કંપનીના સંચાલકો દ્વારા મળીને ભારે નાટક કરવામાં આવ્યું હતું. એક તબક્કે મામલે પોલીસની મદદ પણ લેવી પડી હતી.…

VADODARA : વડોદરા પાસે આવેલી કંપનીના લોખંડના સ્ક્રેપમાં કમાઇ લેવા માટે અમદાવાદની કંપનીના સંચાલકો દ્વારા મળીને ભારે નાટક કરવામાં આવ્યું હતું. એક તબક્કે મામલે પોલીસની મદદ પણ લેવી પડી હતી. આખરે ઉપરોક્ત મામલે ભાદરવા પોલીસ મથકમાં 7 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સપ્ટેમ્બર – 2022 થી લોખંડના સ્ક્રેપનું વેચાણ

ભાદરવા પોલીસ મથકમાં ચિરાગ મનહરભાઇ પટેલ (રહે. નંદનવન સોસાયટી, હાઇસ્કુલ રોડ, વાસદ) એ જણાવ્યા અનુસાર, તે શરબજીતસિંઘ હરબન્સસિંઘ ચાવલાની હાઇ-ટફ સ્ટીલ્સ પ્રાઇવેલ લી. – મોક્સી કંપનીમાં જનરલ મેનેજર છે. પ્રોડક્શન અને ડિસ્પેચ તેમની જવાબદારીમાં આવે છે. તેમની કંપનીએ જયવીર એન્ટરપ્રાઇઝ, (પુષ્પદીપ ઇન્ડસ્ટ્રીયલ હબ એન્ડ આર્કેડ, બ્લોક – એ શોપ ગ્રાઉન્ડ ફ્લોર, એસીટી ગોલ્ડ સિનેમા, અમદાવાદ) ના માલિક કમલભાઇ સુરેશભાઇ પટણી, સાગરકુમાર સંજયભાઇ પટણી, પ્રકાશભાઇ પટણી, ને સપ્ટેમ્બર – 2022 થી લોખંડના સ્ક્રેપનું વેચાણ કરવાનું શરૂ કર્યું છે.

250 ટન લોખંડનો સ્ક્રેપ માલ ખરીદવાનો ઓર્ડ

તેમની કંપનીમાં સ્ક્રેપનું વેચાણ કરવા માટે મેનેજર ટેલિફોનીક અને વોટ્સએપ માધ્યમથી સંપર્કકમાં રહે છે. સપ્ટેમ્બર – 2022 થી માર્ચ – 2024 સુધી 57 વખત સ્ક્રેપનું વેચાણ કર્યું છે. જેટલો માલ લઇ જાય તેની સામે એડવાન્સ રૂપિયા જમા કરાવતા હતા. ફેબ્રુઆરી – 2024 માં કુલ 250 ટન લોખંડનો સ્ક્રેપ માલ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો.

સામાન ભરાવ્યા બાદ પંક્ચર

13, માર્ચે બપોરે સાગરકુમાર સંજયભાઇ પટણી, પ્રકાશભાઇ પટણી, તેમની સાથે આકાશ, ઐયુબ તથા બે અજાણ્યા ઇસમો અને 25 જેટલા મજુરો 3 વાહનો લઇને આવ્યા હતા. તે દિવસે મેનેજરની હાજરીમાં એક ટેમ્પોમાં 8020 કિલો અને બીજામાં 6440 કિલો માલ મજુરો દ્વારા ભરાવ્યો હતો. બંને ગાડીઓનું વજન કરવામાં આવ્યું હતું. જે બરાબર હતું. ત્રીજા ટેમ્પામાં સામાન ભરાવ્યા બાદ તેમાં પંક્ચર હોવાનું જણાવીને ટેમ્પો કંપનીમાં રાખવામાં આવ્યો હતો.

કંપની બહાર જતા રહ્યા

બીજા દિવસે ટેમ્પાનું વજન કરાવતા 7060 કિલો હતું. જેનું બીલ આપી દેવામાં આવ્યું હતું. મેનેજરે સ્ક્રેપ વધુ ભરેલું જોતા બીજા વજન કાંટા પર વજન કરાવવા જણાવ્યું હતું. જેમાં તેમણે આનાકાની કરી હતી. બાદમાં તેમણે જણાવ્યું કે, અમે જમીને આવીએ છીએ. અને કંપની બહાર જતા રહ્યા હતા. જે બાદ ત્રણેય લાંબા સમય સુધી કંપનીમાં આવ્યા ન્હતા. બાદમાં બંનેએ આવ્યા હતા. અને વજન કરાવવા માટે નિકળ્યા હતા.

શંકા જતા આઇડી કાર્ડ માંગ્યું

તેવામાં પ્રવીણભાઇ નામના વ્યક્તિએ ગાડી આડી કરીને સાદા ડ્રેસમાં આવીને ડ્રાઇવર પાસે કાગળિયા માંગ્યા હતા. જેથી તેમણે ટેમ્પાને પોલીસ મથક લઇ જવા જણાવ્યું હતું. કંપનીના માણસોએ કહ્યું કે, પહેલા વજન થવા દો. પછી ટેમ્પો પોલીસ મથક લઇ જાઓ. જે બાદ ટેમ્પો પરત કંપનીમાં લગાવવામાં આવ્યો હતો. મેનેજરને શંકા જતા તેણે પ્રવિણભાઇ પાસે આઇડી કાર્ડ માંગ્યું હતું. જે ન હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ આવતા પ્રવિણભાઇ પોલીસમાં જ હોવાની ખાત્રી થઇ ગઈ હતી.

વજનકાંટા સાથે છેડછાડ કરવામાં આવી

જે બાદ પોલીસને જાણ કરીને સ્ક્રેપનું વજન કરાવવામાં આવતા 15 હજાર કિલોથી વધુનું જણાઇ આવ્યું હતું. જેની કિંમત 4.36 લાખ વધુ થવા પામતી હતી. સામેવાળાનો આઇસર ટેમ્પો કંપનીમાં જ પડ્યો હોવાથી આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. દરમિયાન 15 એપ્રીલના રોજ મળસ્કે સવારે અલગ અલગ માણસો કંપની બહાર આંટાફેરા મારતા હતા. સવારે ત્રણ વાગ્યે પ્રકાશભાઇ તથા સાગરભાઇ અને તેમની સાથે આવેલા માણસો દ્વારા કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો હતો. અને વજનકાંટા સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું જણાઇ આવ્યું હતું.

વધુ તપાસ હાથ ધરવામાં આવી

આખરે ઉપરોક્ત મામલે કમલ સુરેશભાઇ પટણી, સાગરકુમાર સંજયભાઇ પટણી, પ્રકાશ રાજુભાઇ પટણી, આકાશ મનોજભાઇ પટણી, રાકેશ પ્રવિણભાઇ પટણી, ઝાફરસિદ્દીક ઐયુબ રિયાઝઘોસ સૈયદ, ભાવેશ પ્રહલાદભાઇ પટણી (તમામ રહે. અમદાવાદ) સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો — VADODARA : કુતરૂ આડુ આવતા બાઇક સ્લીપ, બેઠેલા શખ્સને બે ફ્રેક્ચર

Whatsapp share
facebook twitter