+

VADODARA : રીઢા ચોરને પકડી 15 સાયકલો રિકવર કરતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : વડોદરા (VADODARA) માં ટ્યુશન ક્લાસ બહાર મુકેલી સાયકલો ચોરી (BICYCLE THIEVE) કરી તેને માત્ર રૂ. 200 માં વેચી દઇ રોકડી કરી લેતા ચોરને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે.…

VADODARA : વડોદરા (VADODARA) માં ટ્યુશન ક્લાસ બહાર મુકેલી સાયકલો ચોરી (BICYCLE THIEVE) કરી તેને માત્ર રૂ. 200 માં વેચી દઇ રોકડી કરી લેતા ચોરને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. ચોર ચોરી કરેલી સાયકલોને રૂ. 200 થી લઇ રૂ. 1 હજાર સુધીમાં વેચી દેતો હતો. આ ચોર સાયકલ ચોરીનો લાંબો ઇતિહાસ ધરાવે છે. ક્રાઇમ બ્રાન્ચ (CRIME BRANCH) દ્વારા તેની પાસેથી 15 સાયકલ રિકવર કરવામાં સફળતા મળી છે.

સાયકલની માલિકી અંગે કોઇ પુરાવા ન હતા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમે અગાઉ સાયકલ ચોરીના ગુનામાં ઝડપાયેલા શ્રીકાંત ઉર્ફે ગુંગો છોટેલાલ સરોજ (ઉં. 35) (રહે. ગાજરાવાડી, ઇદગાહ મેદાન સામે) ને શંકાસ્પદ સ્પોર્ટસ સાયકલ સાથે ચોખંડી પાસેથી પકડી પાડ્યો હતો. તેની પાસે સાયકલની માલિકી અંગે કોઇ પુરાવા ન હતા. અને તે સાયકલ અંગે પુછવામાં આવેલા સવાલો અંગે સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જે બાદ તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

આરોપી પાસેથી રૂ. 44 હજારની કિંમતની 15 સાયકલો મળી આવી

જેમાં તેણે જણાવ્યું કે, સ્પોર્ટસ સાયકલ તેણે સમા વિસ્તારમાંથી ચોરી કરી હતી. એટલું જ નહિ તે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 15 મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરેલી સાયકલ અંગે માહિતી મેળવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી પાસેથી રૂ. 44 હજારની કિંમતની 15 સાયકલો મળી આવી હતી. આરોપી સામે સમા પોલીસ મથકમાં ત્રણ સાયકલ ચોરીના ગુના નોંધાયા હોવાથી વધુ તપાસ અર્થે તેને સોંપી દેવામાં આવ્યો છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

આરોપી શ્રીકાંત ઉર્ફે ગુંગો સરોજ વર્ષ 2015 થી સાયકલ ચોરી કરે છે. તેની સામે સાયકલ ચોરીના 25 ગુનાઓ સહિત 28 ગુના શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયા છે. હાલમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની અટકાયત કરીને વધુ તપાસ અર્થે સમા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો છે. તેની સામે સમા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયા છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી

આરોપી શ્રીકાંત ઉર્ફે ગુંગો સરોજની મોડસઓપરેન્ડી અનુસાર, તે મોટાભાગે ટ્યુશનમાં ભણવા જતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતો હતો. વિદ્યાર્થી સાયકલ બહાર મુકીને ટ્યુશનમાં ભણવા જાય એટલે તે ત્યાં પહોંચી જતો, અને લોક વગરની સાયકલોની ચોરી કરતો હતો. આ ચોરી કરેલી સાયકલની ગમે તેટલી કિંમત હોય તેને રૂ. 200 થી રૂ. 1 હજારમાં વેચી દેતો હતો.

આ પણ વાંચો —VADODARA : ખાનગી લક્ઝરી બસ આગમાં સ્વાહા, 20 મુસાફરોનો બચાવ

 

Whatsapp share
facebook twitter