+

CHHOTA UDEPUR : બોગસ સિંચાઇ કચેરી કૌભાંડના મુખ્ય સુત્રધાર સંદીપ રાજપુતનું જેલમાં થયું મોત, વાંચો અહેવાલ

CHHOTA UDEPUR ના બોગસ સિંચાઇ કચેરી કૌભાંડ મામલો સમગ્ર કૌભાંડના મુખ્ય સુત્રધાર સંદીપ રાજપુતનું મોત જેલમાં છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં લઈ જવાયા સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મોત થયું છોટાઉદેપુર (…
  • CHHOTA UDEPUR ના બોગસ સિંચાઇ કચેરી કૌભાંડ મામલો
  • સમગ્ર કૌભાંડના મુખ્ય સુત્રધાર સંદીપ રાજપુતનું મોત
  • જેલમાં છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં લઈ જવાયા
  • સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મોત થયું

છોટાઉદેપુર ( CHHOTA UDEPUR ) બોગસ સિંચાઇ કચેરી કૌભાંડમાં હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું જેલમાં મોત નીપજ્યું છે. તેમને છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું હોસ્પિટલમાં જ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સંદીપ રાજપૂતે વર્ષ 2021 થી લઈને વર્ષ 2023 ના સમયગાળા દરમિયાન કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની ખોટી કચેરી ઊભી કરી હોવાનું બહાર આવ્યું હતું.

મૃત્યુ પાછળનું પ્રાથમિક તારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યુ

સંદીપ રાજપુત છોટાઉદેપુરના ( CHHOTA UDEPUR ) બોગસ સિંચાઇ કચેરી કૌભાંડ મુખ્ય સુત્રધાર હતા. આજરોજ 5 વાગ્યાને સંદીપ રાજપૂતે 5 વાગ્યાને 40 મિનિટે છાતીમાં દુખાવાની ફરિયાદ જેલ સત્તાધીશોને કરી હતી. આ જાણ થતાં જ સંદીપ રાજપૂતને છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં લઈ ગયા બાદ તબીબો દ્વારા તરત તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ 6 વાગ્યાને 21 મિનિટે તબીબ દ્વારા જ સંદીપ રાજપૂતને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃત્યુ પાછળનું પ્રાથમિક તારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યુ છે.

આ મામલે અત્યાર સુધી 12 આરોપીઓની અટકાયત કરવામાં આવી

છોટા ઉદેપુરમાં ( CHHOTA UDEPUR ) બોડેલીમાં નકલી સિંચાઇ કચેરી ખોલીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. સમગ્ર કૌભાંડ બાબતે 26-10-2023 ના રોજ FIR કરવામાં આવી હતી. નકલી સિંચાઇ કચેરીના કૌભાંડ માટે તટસ્થ તપાસ માટે જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં એક SIT ની રચના પણ કરવામાં આવી હતી. આ મામલે 3431 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અત્યાર સુધી 12 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે 7 આરોપીની પકડવાના હજી પણ બાકી છે. નોંધનીય છે કે, બોગસ સિંચાઇ કચેરી કૌભાંડમાં 21.75 કરોડ રૂપિયાનું કૌભાંડ આચારાયું હતું.

આ પણ વાંચો : VADODARA : સ્માર્ટ વિજ મીટરના મુદ્દાએ પકડ્યો રાજનૈતિક રંગ, આંદોલનની જાહેરાત

Whatsapp share
facebook twitter