+

VADODARA : રામનવમી પર શોભાયાત્રાને લઇ શહેર પોલીસનું જાહેરનામું – વાંચો વિગતવાર

VADODARA : વડોદરા સહિત દેશભરમાં 17, એપ્રિલ , 24 ના રોજ રામનવમી (RAM NAVMI) પર્વની ઉજવણી થવા જઇ રહી છે. તે નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા (SHOBHAYATRA) નું આયોજન કરવામાં આવ્યું…

VADODARA : વડોદરા સહિત દેશભરમાં 17, એપ્રિલ , 24 ના રોજ રામનવમી (RAM NAVMI) પર્વની ઉજવણી થવા જઇ રહી છે. તે નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા (SHOBHAYATRA) નું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા સમયે કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિક (LAW & ORDER, TRAFFIC) ની સ્થિતી જળવાય તે માટે શહેર પોલીસ (VADODARA CITY POLICE) દ્વારા જાહેરનામું બહાર પા઼ડવામાં આવ્યું છે. જેમાં નો પાર્કિંગ અને પ્રતિબંધિત રસ્તાઓ અંગેની જાણકારી આપવામાં આવી છે.

શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે

દર વર્ષની જેમ સંસ્કારી નગરી વડોદરામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી શોભાયાત્રા બપોરે 4 વાગ્યે નિકળશે, જે બાદ ફતેપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ. લહેરીપુરા દરવાજા ન્યાય મંદિર થઇ હઠીલા હનુમાનજી મંદિર આવી સાંજે 7 – 30 કલાકે પૂર્ણ થશે. દરમિયાન કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિકની સ્થિતી જળવાય તે માટે શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે આવતી કાલે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે, અને જ્યાં સુધી શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.

ઇમર્જન્સી વાહનોને જાહેરનામામાંથી મુક્તિ

જાહેરનામા પ્રમાણે 17 અલગ અલગ રોડ-રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. સાથે જ શોભાયાત્રાના રૂટ પર નો- પાર્કિંગની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ઇમર્જન્સી વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

વાંચો જાહેરનામું વિગતવાર

આ પણ વાંચો — VADODARA : ઓનલાઇન દેવું થઇ જતા યુવક ખોટા રવાડે ચઢ્યો

Whatsapp share
facebook twitter