+

VADODARA : રામનવમી પર્વ પર સેન્ટ્રલ જેલમાં ભક્તિરસ છલકાયો

VADODARA : આજે દેશભરમાં રામનવમી (RAMNAVMI) પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલ (VADODARA CENTRAL JAIL) માં પણ ભક્તિરસ છલકાયો છે. આજે વડોદરાની મધ્યસ્થ જેલમાં તંત્ર…

VADODARA : આજે દેશભરમાં રામનવમી (RAMNAVMI) પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલ (VADODARA CENTRAL JAIL) માં પણ ભક્તિરસ છલકાયો છે. આજે વડોદરાની મધ્યસ્થ જેલમાં તંત્ર દ્વારા સંગીતમય સુંદરકાંડનું (MUSICAL SUNDARKAND) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં કેદીઓ જોડાયા હતા. અને ભક્તિમય બન્યા હતા.

કેદીઓ ભક્તિમય બન્યા

વડોદરાની મધ્યસ્થ જેલમાં રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત જેલ પ્રશાસન દ્વારા પરિસરમાં જ સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંડપ બાંધી તેમાં સ્ટેજ પર ભગવાનના ફોટોને ફુલહાર અર્પણ કરીને સંગીતમય સુંદરકાંડ શરૂ કરવામાં આવ્યું હતું. સુમધુર સુંદરકાંડનું સ્તવન કરીને કેદીઓ ભક્તિમય બન્યા હતા. જેલ તંત્ર દ્વારા જેલમાં બંદીવાન કેદીઓ સુધી સુંદરકાંડ પહોંચાડવા માટે જેલ રેડિયોનો સહારો લેવામાં આવ્યો હતો. જેથી જેલના કેદીઓ મોટી સંખ્યામાં સુંદરકાંડમાં જોડાયા હતા.

ઉત્સાહભેર ભાગ લીધો

સુંદરકાંડના મંડપમાં કેદીઓ શિસ્તબદ્ધ રીતે બેઠેલા જોવા મળ્યા હતા. તો તેમની ફરતે પોલીસને પહેરો હતો. રામનવમી નિમિત્તે આયોજિત સુંદરકાંડમાં તમામે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમ, સામાન્ય લોકોની જેમ જેલના કેદીઓ પણ રામનવમી પર્વ પર ભક્તિમય બને તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

શોભાયાત્રાના રૂટ પર સુરક્ષાની સમીક્ષા

અત્રે ઉલ્લેખીય છે કે, વડોદરા શહેરમાં રામ નવમી નિમિત્તે સાંજે ભવ્ય શોભાયાત્રા નિકળશે. કુંભારવાડા વિસ્તારમાંથી નિકળનાર શોભાયાત્રા શહેરના અનેક વિસ્તારોમાં ફરશે અને સુરસાગર સ્થિત હઠીલા હનુમાનજી મંદિરે પૂર્ણ થશે. જેને લઇને પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. નવનિયુક્ત પોલીસ કમિશનર દ્વારા ગતરોજ શોભાયાત્રાના રૂટ પર સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. આજે જમીન પર લોખંડી વ્યવસ્થા સાથે જ આકાશમાંથી ડ્રોન થકી પણ પોલીસ નજર રાખશે, તેવું સુત્રો જણાવી રહ્યા છે. ગત વર્ષે રામનવમીની શોભાયાત્રામાં અટકચાળો થતા વિવાદ થયો હતો.

આ પણ વાંચો —   VADODAR : વહેલી સવારે અજાણ્યા વાહનની ટક્કરે એક્ટીવા ચાલકનું મોત

Whatsapp share
facebook twitter