+

SURAT : 2 વર્ષમાં 11 ટ્રકની ચોરી, 12 વર્ષથી વોન્ટેડ, ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ઝડપ્યો રીઢો ગુનેગાર

તમે બાઇક અને કારની ચોરી સાંભળી હશે પરંતુ શું તમે ટ્રકની ચોરી સાંભળી છે. સુરતમાં (SURAT) છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા એવા વોન્ટેડ અને રીઢા આરોપીએ માત્ર 2 વર્ષ દરમિયાન…

તમે બાઇક અને કારની ચોરી સાંભળી હશે પરંતુ શું તમે ટ્રકની ચોરી સાંભળી છે. સુરતમાં (SURAT) છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા એવા વોન્ટેડ અને રીઢા આરોપીએ માત્ર 2 વર્ષ દરમિયાન 11 ટ્રકોની (trucks) ચોરી કરી હતી. જો કે, હવે આ સાતિર ચોરને ક્રાઈમ બ્રાન્ચે (crime branch) ઝડપી લીધો છે. માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચે આરોપીને છત્તીસગઢમાં કોલસાની ખાણમાંથી ઝડપી પાડયો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

સુરતમાં SURAT) ટ્રકોની ચોરી કરી 12 વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો રીઢો અને વોન્ટેડ આરોપી હવે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવ્યો છે. ટ્રકોની ચોરી કરીને અલગ અલગ રાજ્યોમાં ફરાર આરોપી મોહંમદ એકલાખ મેહમુદખાને છેલ્લા ઘણા વર્ષોથી પોલીસની નાકમાં દમ કરી મુક્યો હતો. પોલીસ ઘણા સમયથી આ આરોપીની શોધમાં હતી. માહિતી મુજબ, વર્ષ 2013 થી 2015 દરમિયાન આરોપીએ 11 ટ્રકોની (trucks) ચોરી કરી હતી. આ રીઢા આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા હતા.

આરોપી દેશની સૌથી મોટી કોલસાની ખાણમાં કરતો હતો કામ

ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી મોહંમદ એકલાખ મેહમુદખાન છત્તીસગઢમાં (Chhattisgarh) આવેલી દેશની સૌથી મોટી ગેવરા કોલસાની ખાણમાં (coal mine) કામ કરી રહ્યો છે. આરોપી કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. આથી ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે કોલસાની ખાણ બહાર વોચ ગોઠવી હતી અને તક જોઈ રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે (SURAT POLICE) વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – Tapi : દીપડાનો શિકાર કરી અંગોની ખરીદ વેચાણ મામલે વધુ 2 ઝડપાયા, પૂછપરછમાં થયો મોટો ખુલાસો!

આ પણ વાંચો – Gujarat ATS : સુસાઇડ બોમ્બર બની ખતરનાક ષડયંત્ર રચનારા 4 આંતકીઓને લઈ આવ્યા મોટા સમાચાર

આ પણ વાંચો – RAJKOT: જાણીતી હોસ્પિટલે સરકારને લગાવ્યો કરોડો રૂપિયાનો મસમોટો ચૂનો!

Whatsapp share
facebook twitter