+

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બન્યું

VADDODARA : વડોદરામાં ભાજપ (BJP) ના લોકસભા (LOKSABHA 2024) ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR.HEMANG JOSHI) નું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટ્વીટર પર જાણકારી આપી છે.…

VADDODARA : વડોદરામાં ભાજપ (BJP) ના લોકસભા (LOKSABHA 2024) ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR.HEMANG JOSHI) નું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટ્વીટર પર જાણકારી આપી છે. સાથે જ આ એકાઉન્ટ પરથી આવતા મેસેજને ધ્યાને નહિ લેવ પણ જણાવ્યું છે. ચૂંટણી ટાણે ઉમેદવારના બોગસ એકાઉન્ટ બનાવી દુરઉપયોગ થઇ શકે છે.

સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર મીટનું આયોજન કરાયું હતું

વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભા – 2024 ની ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. બે મુખ્ય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત બાદ રંગેચંગે પ્રયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઓનલાઇન અને ઓફલાઇન બે પ્રકારે પ્રચાર ધમધમી રહ્યો છે. ડો. હેમાંગ જોશી સોશિયલ મીડિયામાં ઘણા એક્ટીવ છે. અને તેઓ રોજબરોજના વિડીયો સોશિયલ મીડિયા પર મુકતા હોય છે. તાજેતરમાં જ તેમના માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર મીટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

એકાઉન્ટને વધુ માં વધુ રિપોર્ટ કરાવો

આજે બપોરે ડો. હેમાંગ જોશીના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં તેમનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બન્યું હોવાનું જણાવવામાં આવે છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, હું વડોદરા લોકસભાનો ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી મારા નામ થી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ માં આવ્યું છે જેમાં થી કોઈ પણ મેસેજ આવે તો તેનો રિસ્પોન્સ આપવો નહિ તેમજ તે એકાઉન્ટને વધુ માં વધુ રિપોર્ટ કરાવો તેવી વિંનતી કરું છું.

દુરઉપયોગની શક્યતા નકારી શકાય તેમ નથી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી લોકસભાના ઉમેદવારનું કોઇ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું હોવાની આ પ્રથમ ઘટના માનવામાં આવી રહી છે. હાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. તેવામાં ઓનલાઇન બોગસ એકાઉન્ટ બનાવીને તેના દુરઉપયોગની શક્યતા નકારી શકાય તેમ નથી. આવા સંજોગોમાં બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક તબક્કે નુકશાન પહોંચાડી શકે છે. જેને લઇને તમામે સતર્ક રહેવાની જરૂર છે. જો કોઇ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધ્યાને આવે તો તેનો રિપોર્ટ કરીને દુર કરવામાં મદદરૂપ થવું જોઇએ, તેવું સાયબર એક્સપર્ટ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : પાલિકાના કર્મીઓનો બ્રિજ નીચે ફૂલ વેચતી મહિલાઓ પર બળ પ્રયોગ

Whatsapp share
facebook twitter