+

Gir Somnath : સ્વામિનારાયણ ગુરુકુળમાં બ્રેઇનવોશ મામલે વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ, વાલીનું પણ લેવાશે નિવેદન

ગીર સોમનાથના (Gir Somnath) ઉનામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીના બ્રેઇનવોશ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. માહિતી મુજબ, આ મામલે જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કર્યું છે. જ્યારે સમિતિ…

ગીર સોમનાથના (Gir Somnath) ઉનામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીના બ્રેઇનવોશ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. માહિતી મુજબ, આ મામલે જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કર્યું છે. જ્યારે સમિતિ તપાસનો રિપોર્ટ આવતીકાલે સોંપશે. આગામી દિવસોમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીના વાલીનું પણ નિવેદન લઈ શકાય છે. એવી માહિતી છે.

સમિતિએ બાળકનું કાઉન્સેલિંગ કર્યું

ગીર સોમનાથ જિલ્લાના ઉના (Una) તાલુકાના મોટા સમઢિયાળા સ્વામિનારાયણ ગુરુકુળમાં (Swaminarayan Gurukul) ધો.10 ભણતા એક બાળકના પરિવારે ગુરુકુળ અને સ્વામી જનાર્દન વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. બાળકના વાલીઓએ આરોપ લગાવતા કહ્યું કે, ગુરુકુળમાં તેમના બાળકનું બ્રેઇનવોશ કરવામાં આવ્યું છે. આ મામલો સામે આવતા ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીએ ગુરુકુળનાં સ્વામીની કથિત ભૂમિકાની તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે હવે એવી માહિતી મળી છે કે આ મામલે જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ (District Child Welfare Committee) વિદ્યાર્થીનું કર્યુ કાઉન્સેલિંગ કર્યું છે. જ્યારે સમિતિ તપાસનો રિપોર્ટ આવતીકાલે સોંપશે.

બાળકના પરિવારના આક્ષેપોને સ્વામીએ નકાર્યાં

માહિતી છે કે, આગામી દિવસોમાં જિલ્લા (Gir Somnath) શિક્ષણ અધિકારી (District Education Officer) દ્વારા વિદ્યાર્થીના વાલીનું પણ નિવેદન લઈ શકાય છે. જણાવી દઈએ કે, અગાઉ બાળકના પરિવારે ગુરુકુળ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે, સાધુ બનવા માટે ગુરુકુળમાં તેમના બાળકનું બ્રેઇનવોશ કરવામાં આવ્યું છે. બાળક ગુરુકુળમાં જ રહેવાની જિદ્દ કરે છે અને ઘરે આવે ત્યારે પણ સ્વામી જોડે જવાનું રટણ કરે છે. પરિવારનો આરોપ છે કે, બાળકનું બ્રેઇનવોશ (brainwash) કરવામાં આવ્યું છે આથી તેને ઘરે ગમતું નથી. બીજી તરફ, સ્વામી જનાર્દને બ્રેઈનવોશના આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે, સાધુ બનવા 10 વર્ષ જેટલો સમય લાગે છે અને સાધુ બનવા માટે માતા-પિતાની મરજી પણ જરૂરી હોય છે. આ સાથે સ્વામીએ બાળકના પરિવાર સાથે સમાધાન થયાનું હોવાનું પણ જણાવ્યું હતું.

 

આ પણ વાંચો – Surat : સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરમાં થાય છે બ્રેઇનવોશ ? પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો – સ્વામી જનાર્દન પર બાળકના માતા-પિતાનો ગંભીર આરોપ, કહ્યું અમારા દીકરા સાથે..!

આ પણ વાંચો – Surat: જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિત 7 લોકો સામે 1.34 કરોડની ઠગાઈની ફરિયાદ

Whatsapp share
facebook twitter