+

VADODARA : સીઆર પાટીલે આપ્યો આડકતરો સંકેત, કહ્યું “વેઇટીંગમાં છે”

VADODARA : આજે વડોદરા (VADODARA) જિલ્લા ભાજપ કાર્યાલય (BJP OFFICE)નું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C. R. PATIL) ના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંબોધન કરતા હાજર ધારાસભ્યો…

VADODARA : આજે વડોદરા (VADODARA) જિલ્લા ભાજપ કાર્યાલય (BJP OFFICE)નું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ
(C. R. PATIL) ના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંબોધન કરતા હાજર ધારાસભ્યો (BJP MLA) નું નામ લેતા સમયે સી આર પાટીલે આખરમાં કહ્યું, હમણાં વેઇટીંગમાં છે તેવા ધર્મેન્દ્રસિંહ. જેથી વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પાર્ટી ટીકીટ આપી શકે તેવા સંકેતો આજે જાહેર મંચ પરથી જોવા મળી રહ્યા છે.

આજે પુનરાવર્તન થયું

વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ જીતીને આવ્યા હતા. તેઓ ટુંક સમયમાં પહેલા જ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. જેથી આ બેઠક પર ચૂંટણી યોજાનાર છે. અગાઉ સી આર પાટીલ દ્વારા વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટીકીટ આપવાના સંકેત એક વખત અપાઇ ચુક્યા છે. જેનું આજે પુનરાવર્તન થયું છે. આજે વડોદરા જિલ્લા ભાજપના કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. દરમિયાન પ્રાસંગીક ઉદ્બોધન કરતા સી આર પાટીલે કાર્યક્રમમાં હાજર તમામ લોકોના નામ લીધા હતા.

હમણાં વેઇટીંગમાં છે તેવા ધર્મેન્દ્રસિહ વાઘેલા

દરમિયાન કાર્યક્રમમાં હાજર ધારાસભ્યોના નામ લીધા બાદ આખરમાં તેઓએ કહ્યું કે, હમણાં વેઇટીંગમાં છે તેવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આટલું કહેતા જ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મોઢા પર સ્મિત છવાઇ ગયું હતું. અને સ્ટેજ પર બેઠેલા તમામની નજર તેમના તરફ ગઇ હતી. આમ, વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે સીઆર પાટીલે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટીકીટ મળી શકે છે તેવા સંકેતો આપ્યા હતા.

ભાજપના તમામ મોટા-નાના હોદ્દેદારોની હાજરીમાં કહ્યું

ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાજપમાં જોડાયા બાદ એક વખત સી આર પાટીલ દ્વારા તેમને ટીકીટ મળે તેવા સંકેતો અપાઉ ચુક્યા છે. જે બાદ આજે વધુ એક વખત ભાજપના તમામ મોટા-નાના હોદ્દેદારોની હાજરીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા વેઇટીંગમાં છે તેમ કહીને સંકેત આપવામાં આવ્યા છે.

પૂર્વ ધારાસભ્ય કોંગી અગ્રણીઓના સંપર્કમાં

ઉલ્લેકનીય છે કે, તાજેતરમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી અગાઉ ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય મધુભાઇ શ્રીવાસ્તવ કોંગી નેતાઓની મુલાકાત લઇ ચુક્યા છે. ગત વિધાનસભામાં ભાજપે ટીકીટ નહિ આપતા તેમણે પાર્ટી છોડી અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી. અને કારમી હારનો સામનો કર્યો હતો.

આ પણ વાંચો –VADODARA : કોંગ્રેસમાં લોકસભા લડે તેવા ઉમેદવારો રહ્યા નથી – નારાયણ રાઠવા

Whatsapp share
facebook twitter