+

બરફના પહાડોમાં વચ્ચે પરી અને ફરિશ્તાઓની હાજરીમાં યુગલે કર્યા અનોખા લગ્ન

Wonderland Wedding: હાલ, દેશમાં લગ્નગાળાએ જોર પકડ્યું છે. તો હવે લોકો ડેસ્ટિનેશન વેડિંગ (Destination Wedding) નો શોખ ઘરાવે છે. તે ઉપરાંત લગ્ન પહેલા પ્રી-વેડિંગ (Pre-wedding) શુટ પણ કરાવતા હોય છે.…

Wonderland Wedding: હાલ, દેશમાં લગ્નગાળાએ જોર પકડ્યું છે. તો હવે લોકો ડેસ્ટિનેશન વેડિંગ (Destination Wedding) નો શોખ ઘરાવે છે. તે ઉપરાંત લગ્ન પહેલા પ્રી-વેડિંગ (Pre-wedding) શુટ પણ કરાવતા હોય છે. તો બીજી તરફ વિભિન્ન સ્થળો અને અનોખી પદ્ધતિ દ્વારા આજના જમાનામાં લોકો લગ્ન (Marriage) કરતા હોય છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમ કે કેટલાક યુવાનો હાવામાં કે પાણીમાં લગ્ન (Marriage) કરતા હોય છે.

  • યુગલએ બરફીલા વિસ્તારમાં લગ્ન કર્યા

  • મહેમાનોના સ્વાગત માટે પરિઓ

  • વીડિયોને લાખો લોકોએ પસંદ કરીને પ્રતિક્રિયા આપી

ત્યારે આ વખતે અત્યાર સુધીમાં સૌથી અનોખી ગણાતી લગ્નવિધિ (Marriage) સામે આવી છે. વિદેશમાં એક દંપતીએ બરફીલા વિસ્તારમાં Marriage આયોજિત કર્યા હતા. આ Marriage ના વિડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર ચોતરફ ફરતા થઈ ગયા છે. તે ઉપરાંત આ સોશિયલ મીડિયા (Social Media) ના મારફતે આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં અનેક લોકો આ દંપતીને Marriage Life ને લઈ આર્શીવાદ આપી રહ્યા છે.

આ પણ વાંચો: Pyramid Mystery: નાઇલની ખોવાયેલી શાખા પિરામિડની નજીક મળી આવી

મહેમાનોના સ્વાગત માટે પરિઓ

આ યુગલએ Switzerland માં આવેલા બરફી વિસ્તારમાં આશરે 2,222 મીટરની ઊંચાઈ પર લગ્ન કર્યા હતા. ત્યારે આ લગ્નમાં વધુ એક ખાસ વાતએ હતી કે દુલ્હન એક બરફથી બનાવેલી પેટીમાં રાખવામાં આવી હતી. ત્યારે આ પેટીની પાસે આવીને વર દુલ્હનને તેમાંથી આઝાદ કરીને દુલ્હન સાથે Marriage કરે છે. તો બીજી તરફ Marriage માં આવેલા મહેમાનોના સ્વાગત માટે પરિઓની સરખામણીમાં દેખાતી યુવતીઓને તૈયાર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Red Sea Fashion Week: સાઉદી અરેબિયાએ પહેલીવાર સ્વિમસૂટ ફેશન શો કરીને ઈતિહાસ રચ્યો

વીડિયોને લાખો લોકોએ પસંદ કરીને પ્રતિક્રિયા આપી

હાલમાં આ લગ્નના વીડિયોને જોઈને દરેક દુલ્હન તેના વરને કંઈક આવી રીતે જ Destination Wedding નું આયોજન કરવાનો આગ્રહ કરે છે. તો આ વીડિયોને સૌ પ્રથમ Social Media પ્લેટફોર્મ Instagram પર જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને વિવિધ લોકોએ અન્ય Social Media ના પ્લેટફોર્મ પર મૂક્યો છે. તે ઉપરાંત આ વીડિયોને લાખો લોકોએ પસંદ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: Kyrgyzstan Riots: 10 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર Kyrgyzstani લોકોએ કર્યો હુમલો

Whatsapp share
facebook twitter