+

VADODARA : ભાજપના ઉમેદવારે મુહૂર્ત સાચવવા બાઇક સવારી કરી

VADODARA : વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના (BYELECTION 2024) ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (DHARMENDRASINH VAGHELA) આજે જંગી રેલી સ્વરૂપે નામાંકન ભરવા નિકળ્યા હતા. જો કે, રેલીમાં વધુ સમય વિતી જતા…

VADODARA : વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના (BYELECTION 2024) ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (DHARMENDRASINH VAGHELA) આજે જંગી રેલી સ્વરૂપે નામાંકન ભરવા નિકળ્યા હતા. જો કે, રેલીમાં વધુ સમય વિતી જતા 12 – 39 કલાકનું વિજયી મુહૂર્ત સાચવવા માટે તેઓ છેલ્લી ઘડીએ બાઇક પર સવાર થઇને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા.

રેલી સાથે નામાંકન ભરવાનો સમય બંને સચવાઇ ગયા

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ તંત્ર કમર કસી રહ્યું છે. વાઘોડિયા બેઠક પરના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. આ વખતે ભાજપ દ્વારા તેમને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો સામે કોંગ્રેસ દ્વારા કનુભાઇ ગોહિલને તાજેતરમાં ઉમેદવાર જાહેર કર્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે જંગી રેલી યોજીને નામાંકન ભરવા નિકળ્યા હતા. પરંતુ 12 – 39 નું શુભ વિજયી મુહૂર્ત સાચવવા માટે તેઓ છેલ્લી ઘડીએ બાઇક પર મામતલદાર કચેરી પહોંચ્યા હતા. આમ, રેલી સાથે નામાંકન ભરવાનો સમય બંને સચવાઇ ગયા છે.

વાઘોડિયાની જનતા સમજૂ મતદારો છે

વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભરવા જતા પહેલા જણાવે છે કે, આજે માતા-પિતાના આશિર્વાદ લઇ, માં કુળદેવી અને હનુમાનજીના દર્શન કરી, ઘરેથી મહારૂદ્ર મહાદેવ માડોઘર જઇને પૂજા-અર્ચના કરીને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ જઇ નામાંકન ભરવામાં આવશે. દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના વાઘોડિયા વિધાનસભાનો ડબલ ગતિથી વિકાસ થાય તે જનતા જાણે છે. આ વખતે મને અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને એક લાખની લીડથી વાઘોડિયા વિધાનસભાની જનતા જીતાડશે. કોંગ્રેસ આખા ગુજરાતમાં નહિ પણ દેશમાં કોઇ પણ જગ્યાએ નથી. તમામ વાઘોડિયાની જનતા જાણે છે, કોંગ્રેસને મત આપીને મત બગડવાનો છે. વાઘોડિયાની જનતા સમજૂ મતદારો છે. અને ભાજપને મોટી લીડથી જીતાડશે.

આ પણ વાંચો — VADODARA : જમવા બાબતે થયેલા ઝઘડાનો કરૂણ અંત

Whatsapp share
facebook twitter