+

VADODARA : કંપનીના મોટા ટ્રાન્ઝેક્શન જોઇ બેંક મેનેજરે દાનત બગાડી

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં રહેતા અને બાસ્કામાં કંપની ચલાવતા બિઝનેસમેને બેંક મેનેજર પર ભરોસો કરવાની કિંમત રૂ. 1.58 કરોડ ચૂકવી છે. આ મામલે મોટી રકમ અન્ય એકાઉન્ટમાં…

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં રહેતા અને બાસ્કામાં કંપની ચલાવતા બિઝનેસમેને બેંક મેનેજર પર ભરોસો કરવાની કિંમત રૂ. 1.58 કરોડ ચૂકવી છે. આ મામલે મોટી રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પરત નહિ કરી બેંક મેનેજરે ઠગાઇ કરી છે. આખરે બેંક મેનેજર સહિત ચાર લોકો સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યવસાયમાં ટેકો ન મળતા કંપનીનું એકાઉન્ટ બીજી બેંકમાં ખોલાવ્યું

ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં વિજયભાઇ નટવરભાઇ પટેલ (રહે. નિલકંઠ ગ્રીન, કલાલી રોડ, વડોદરા) જણાવે છે કે, તેઓએ વર્ષ 2009 માં બાસ્કામાં ધર્મા એક્સ્ટ્રશન પ્રા. લી. નામની કંપની શરૂ કરી હતી. જે વર્ષ 2023 માં બંધ કરી દેવામાં આવી હતી. કંપનીનું એકાઉન્ટ ઇન્ડિયન ઓવરસીસ બેંકમાં હતું અને સુંદર બેંક દ્વારા સીસી ક્રેડિટ લોન રૂ. 3 કરોડ અને ટર્મ લોન રૂ., 2.50 કરોડ આપવામાં આવી હતી. ઓવર્સીસ બેંક દ્વારા વ્યવસાયમાં ટેકો ન મળતા કંપનીનું એકાઉન્ટ ઇન્ડ્સન બેંકમાં ખોલવામાં આવ્યું હતું. તે સમયે કંપનીની વર્કિંગ કેપીટલ રૂ. 5.50 કરોડ અને ટર્મ લોન રૂ. 2.50 કરોડ હતી. જે બાદ મેનેજર બદલાતા કંપનીનું એકાઉન્ટ એક્સીસ બેંકમાં ટ્રાન્સફર કર્યું હતું. તે સમયે કંપનીની સીસી લોન રૂ. 7 કરોડ અને ટર્મ લોન રૂ. 2.50 કરોડ હતી.

સંપર્ક કરતા કંપનીથી માહિતગાર કરવામાં આવ્યા

ઉત્પાદનમાં સારો ગ્રોથ થતા એક્સીસ બેંકને સીસી લોન વધારવા વિનંતી કરી હતી. પરંતુ લોન વધારી ન આપતા કંપનીનું એકાઉન્ટ વર્ષ 2018 માં યુનિયન બેંકમાં જોડી દેવામાં આવ્યું હતું. સિટી યુનિયવ બેંક રેસકોર્ષ શાખાએ લોન 10 કરોડની કરી દીધી હતી. અને મશીનરી લોન રી. 3.90 કરોડ કરી દીધી હતી. થોડા સમય બાદ બેંકના મેનેજર શ્રીનાથનની રાજકોટ બદલી થઇ ગઇ હતી. તેમના સ્થાને સંદીપ અગ્રવાલ આવ્યા હતા. ટુંકા ગાળામાં તેમની પણ બદલી થઇ ગઇ હતી. તેમના સ્થાને એમ. ફાનીકુમાર આવ્યા હતા. તેમણે સંપર્ક કરતા કંપનીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વર્ષ 2019 થી અતેમની સાથે નાણાંકીય લેવડ-દેવડને લઇ વાતચીત થતી હતી.

કોરોના આવતા ધંધાનો અસર પડી

દરમિયાન સહમતીથી સહિ કરેલા ચેકોનો ઉપયોગ કરીને લેવડ-દેવડ કરવામાં આવી હતી. અને કામ સરળતાથી થઇ રહ્યું હતું. તેઓ કોરા સહિ કરેલા ચેક તેમના કબ્જામાં રાખતા હતા. આવી આખી ચેકબુક મેનેજરને આપી હતી. અને સુચના મુજબ નાણાંકિય વ્યવહાર થતા વિશ્વાસ કેળવાયો હતો. તેવામાં કોરોના આવતા ધંધાનો અસર પડી ગતી. તે દરમિયાન એક વર્ષમાં 38 કરોડનું ટર્નઓવર કર્યું હોવાથી વધુ મશીનરીની જરૂરત હતી. જેથી રૂ. 2 કરોડની લોનની જરૂર હતી. પણ તે નામંજૂર કરવામાં આવી હતી.

જમા કરાવ્યા ન હતા અને ઠગાઇ આચરી

જે બાદ મોટી રકમના વિવિધ ટ્રાન્ઝેક્શન કરવાનો ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો. આખરમાં જાણ થઇ કે બેંક મેનેજર ફલનીકરે  રૂ. 1.58 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે. જે પરત કરશે તેમ જણાવ્યું હતું, પરંતુ જમા કરાવ્યા ન હતા અને ઠગાઇ આચરી હતી. આખરે ઉપરોક્ત મામલે સિટી યુનિયન બેંકના મેનેજર ફાનીકુમાર સહિત અન્ય ત્રણ ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો —VADODARA : દબાણને લઇ ભાજપના બે કોર્પોરેટરનું વલણ ચર્ચામાં

Whatsapp share
facebook twitter