+

VADODARA : સમોસાની ફેક્ટરીમાં રૂંધાતુ બાળપણ મુક્ત કરાવાયું

VADODARA : વડોદરાના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT – VADODARA) દ્વારા સમોસાની ફેક્ટરીમાં રૂંધાતુ બાળપણ મુક્ત કરાવવામાં આવ્યું છે. વહેલી સવારે ત્રણ વાગ્યાથી શરૂ થતી સમોસાની ફેક્ટરી…

VADODARA : વડોદરાના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT – VADODARA) દ્વારા સમોસાની ફેક્ટરીમાં રૂંધાતુ બાળપણ મુક્ત કરાવવામાં આવ્યું છે. વહેલી સવારે ત્રણ વાગ્યાથી શરૂ થતી સમોસાની ફેક્ટરી પર ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં બે બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યો છે. સાથે જ સમોસાની ફેક્ટરી ચલાવતા બે સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બે સગીર બાળકો મળી આવ્યા

વડોદરામાં બાળકો પાસેથી કામ લેતા તત્વોને ડામવા માટે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા સતત વોચ રાખવામાં આવતી હોય છે. તાજેતરમાં યુનિટની ટીમ માંજલપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તેવામાં બાતમી મળી કે, અલવાનાકા પાસે આવેલી સોસાયટીમાં રાત્રીના સમયે હોલસેલ સમોસા બનાવવાની ફેક્ટરીમાં નાના બાળકો પાસે કામ કરાવવામાં આવે છે. જેને લઇને ટીમો સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં બે સગીર બાળકો મળી આવ્યા હતા. પુછપરછમાં તેમણે જણાવ્યું કે, બે માલિકો સવારના ત્રણ વાગ્યાથી નવ વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાનું કામ કરાવે છે. જેની અવેજમાં માસિક રૂ. 9 હજાર પગાર આપવામાં આવે છે.

ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ટીમે દરોડામાં સમોસાની ફેક્ટરીના સંચાલક રામલાલજી લોગરજી ડાંગી અને નરેન્દ્ર ખેમરાજ ડાંગી ( બંને રહે. ચતુરાઇ નગર, અલવાનાકા, માંજલપુર) (મુળ રહે. ઉદયપુર, રાજસ્થાન) ની અટકાયત કરી જુવેનાઇલ જસ્ટીસ એક્ટ તથા ચાઇલ્ડ લેબર એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં બાળકોને તેમના સગા-સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. આ અગાઉ પણ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા શહેરના જાણીતા ફરસાણ માર્ટમાંથી એક બાળ શ્રમિકને મુક્ત કરાવ્યો હતો. ટીમની સતત કામગીરીને પગલે બાળકો પાસે મજૂરી કરાવનારાઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.

આ પણ વાંચો — VADODARA : ટ્રેક્ટરની ટ્રોલીને દારૂનું સંગ્રહસ્થાન બનાવવનો પ્રયાસ નાકામ

Whatsapp share
facebook twitter