+

કોણ છે UPSC Topper Ishita Kishore ? UPSC માં આવી રીતે ટોપ કર્યું, જાણો

UPSC સિવિલ સર્વિસ 2022 પરીક્ષામાં ઈશિતા કિશોરે સમગ્ર દેશમાં ટોપ કર્યું છે તેમણે વૈકલ્પિક વિષયમાં પોલિટિકલ સાયન્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધ સાથે પરિક્ષા પાસ કરી છે. તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ…

UPSC સિવિલ સર્વિસ 2022 પરીક્ષામાં ઈશિતા કિશોરે સમગ્ર દેશમાં ટોપ કર્યું છે તેમણે વૈકલ્પિક વિષયમાં પોલિટિકલ સાયન્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધ સાથે પરિક્ષા પાસ કરી છે. તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર (ઓનર્સ) માં સ્નાતકની ડિગ્રી મેળવેલી છે.

કોણ છે Ishita Kishore?

UPSC CSE 2022 માં Ishita Kishore ઓલ ઈન્ડિયા ટોપર રહી. એર ફોર્સ બાલભારતી સ્કુલ અને શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ દિલ્હીમાં ભણેલી Ishita Kishore એ બાળપણથી જ નક્કી કરી લીધું હતું કે તે એક IAS ઓફિસર બનશે. ઈશિતા કિશોર સ્કુલ ટાઈમથી જ ઓલ રાઉન્ડર હતી. તે શિક્ષણ સિવાય સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિમાં પણ આગળ પડતી રહેતી. તેણે 2 વર્ષ સુધી એડવાઈઝરી તરીકે એસ્ટોનિયા કંપની સાથે કામ કર્યુ છે.

ત્રીજા પ્રયત્ને પાસ કરી

Ishita Kishore ના પિતા એરફોર્સમાં ઓફિસર છે અને તેનો પરિવાર ગ્રેટર નોઈડામાં રહે છે. ઈશિતાએ વર્ષ 2014માં બાળ ભારતીમાંથી 12મીનો અભ્યાસ પુર્ણ કર્યો છે. તે પછી 2017માં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં ઈકોનોમિક્સ ઓનર્સ ગ્રેજ્યૂએશન કર્યું. UPSC પરીક્ષામાં આ તેનો ત્રીજો પ્રયત્ન હતો.

પિતા પરથી પ્રેરણા મળી

ઈશિતાને તેનો જરા પણ અંદાજ નહોતો કે ઓલ ઈન્ડિયા ટોપર બનશે. તેણીએ જણાવ્યું કે, મેં મારા પિતાને હંમેશા દેશની સેવામાં તત્પર જોયા છે તેથી બાળપણમાં જ મને પિતાને જોઈને મેં નક્કી કરી લીધું કે હું મોટી થઈને દેશના હિતમાં જ કોઈ એવી જોબ કરીશ જેનાથી પપ્પાની જેમ વતનની સેવા કરી શકું.

UPSC પાસ કરવાનો મંત્ર

ઈશિતાએ જણાવ્યું કે, તેણે UPSC માટે ઘરે જ અભ્યાસ કર્યો. તેમના વૈકલ્પિક વિષયો પોલિટિકલ સાઈન્સ અને ઈન્ટરનેશનલ રિલેશન હતું. ત્રીજો પ્રયાસ હતો. તેમણે કહ્યું કે, ઘણી મહેનત કરી હતી તેથી મને એ તો વિશ્વાસ હતો કે આ વખતે પાસ કરી જઈશ. વધુમાં તેમણે જણાવ્યું કે, સિવિલ સર્વિસ પાસ કરવી હોય તો સિન્સિયર રહો અને ડિસિપ્લીન તો ખુબ જ જરૂરી છે. તમે કેટલા પણ હોશિયાર કેમ ના હોવ આ બાબતો જરૂરી છે. તમારે પુરતા કલાકો આપવા જ પડશે. પરિવારનો સપોર્ટ ખુબ સારો રહ્યો. બે વખત નિષ્ફળ રહેવા છતાં પરિવારે પુરતો સપોર્ટ કર્યો.

આ પણ વાંચો : UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર, ઈશિતા કિશોરએ કર્યુ ટૉપ, છોકરીઓએ મારી બાજી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter