+

Surat: આ વિસ્તારોમા રહેશે પાણીનો કાપ, 10 લાખ લોકોને થશે અસર

Surat:સુરતમાં (Surat)ભરઉનાળે પાણીકાપ (water cut) ઝીંકાયો છે. જેમાં સુરત (Surat) માં કાલે 10 લાખ લોકોને (10 lakh people) પાણી મળશે નહીં. તેમાં DGVCL-SMCની કામગીરી(performance)ના કારણે પાણીકાપ આપવામાં આવ્યો છે. જેમાં…

Surat:સુરતમાં (Surat)ભરઉનાળે પાણીકાપ (water cut) ઝીંકાયો છે. જેમાં સુરત (Surat) માં કાલે 10 લાખ લોકોને (10 lakh people) પાણી મળશે નહીં. તેમાં DGVCL-SMCની કામગીરી(performance)ના કારણે પાણીકાપ આપવામાં આવ્યો છે. જેમાં સરથાણા, ઉધના ઝોન, વરાછામાં પાણીકાપ છે. તથા લિંબાયત ઝોનના અનેક વિસ્તારમાં પાણીકાપ અપાશે.

 

કામગીરીના કારણે ગરમીમાં પાણીની મોકાણ

શહેરના દસ લાખ લોકોને આવતી કાલે પાણી મળશે નહિ. જેમાં DGVCLના ફીડરની કામગીરીને કારણે પાણી કાપ આપવામા આવ્યો છે. DGVCL_SMCની કામગીરીના કારણે ગરમીમાં પાણીની મોકાણ છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ રો- વોટર લઈ જતી નળીના લીકેજની કામગીરી પણ થશે. તેમજ DGVCL તરફથી સવારે 10 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ફીડરનું શટડાઉન રહેશે. એક દિવસ માટે જરૂર મુજબનો પાણી પુરવઠોનો સંગ્રહ કરવા લોકોને અપીલ કરાઇ છે.

કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ

કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે SMCએ લોકોને અપીલ કરી છે. ગુજરાતમાં ઉનાળા આકરો બન્યો છે, તાપમાનનો પારો 41 ડિગ્રીથી પણ ઉપર જઇ રહ્યો છે, ત્યારે હવે સુરતવાસીઓને આવા સમયે વધુ એક સમસ્યાનો સામનો કરવો પડશે. ખરેખરમાં, સુરતમાં ત્રણ ઝોનમાં આવતી કાલે પાણી કાપ રહેશે, આવતીકાલથી શહેરમાં કેટલાક ઠેકાણે વોટર પ્લાન્ટ તરફની મુખ્ય લાઇન લીકેજ થઇ હોવાનું સામે આવ્યુ છે, જેને રિપેરિંગ કરાતી હોવાથી શહેરમાં પાણી કાપનો સામનો કરવો પડશે.

આ પણ  વાંચો – Rain Forecast : ભારે પવનના લીધે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી, પાકને નુકસાનથી જગતનો તાત ચિંતામાં

આ પણ  વાંચો – IT Raid : સુરતના એશ્વર્યા ગ્રૂપ સહિતના સ્થળો પર 5 દિવસ બાદ તપાસ પૂર્ણ, 400 કરોડના દસ્તાવેજો મળ્યા!

આ પણ  વાંચો – Anand : 243 આચાર્યો અને શિક્ષણાધિકારીએ મળીને ચોપડ્યો કરોડો ચૂનો…!

Whatsapp share
facebook twitter