Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગીની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર, જાણો ખાસ વાતો

06:41 AM Apr 26, 2023 | Vipul Pandya

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રને ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર 2022’નામ આપ્યું છે. ભાજપના મેનીફેસ્ટોમાં મહિલાઓ અને ખેડૂતો માટેની ખાસ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
ખેડૂતો માટે ભાજપની આ જાહેરાતો:
  • ખેડૂતોને સિંચાઈ માટે નિ:શુલ્ક વીજળી
  • 25 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે સરદાર પટેલ એગ્રી-ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન
  • બટાટા, ટામેટા અને ડુંગળીની લઘુત્તમ કિંમત માટે 1 હજાર કરોડ રૂપિયા
  • શેરડીના ખેડૂતોને વ્યાજ સહિતની રકમ પર રાહત 
 મહિલાઓને શું મળશે?
  • કોલેજ જતી યુવતીઓને મળશે મફત સ્કૂટી
  • ઉજ્જવલા યોજના અંતર્ગત હોળી-દિવાળી પર મફત 2 LPG સિલિન્ડર
  • કન્યા સુમંગળ યોજનામાં 25 હજાર રૂપિયા સુધીની સહાય
  • ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન માટે 1 લાખની આર્થિક સહાય
  • વિધવા અને નિરાશ્રીત મહિલાઓને મહિને 1,500 રૂપિયાનું પેન્શન
  • ‘મિશન પિંક ટોઈલેટ’ માટે 1 હજાર કરોડ રૂપિયાનું પેકેજ
  • 3 નવી મહિલા બટાલિયન
  • સરકારી નોકરીઓમાં મહિલાઓની સંખ્યા બે ગણી રખાશે
  • 1 કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ઓછા દરે લોન
  • સાર્વજનિક સ્થળો પર 3 હજાર પિંક પોલીસ બુથ
  • 60 વર્ષથી વધુની મહિલાઓ માટે નિ:શુલ્ક યાત્રા
  • મહિલા એથ્લીટને 5 લાખ રૂપિયા સુધીની સહાય
વિદ્યાર્થીઓ માટે પણ ખાસ યોજનાઓ
યૂપીના દરેક મંડળમાં નવી યુનિવર્સિટીની સ્થાપના, અલીગઢની રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી, આઝમગઢની મહારાજા સુહૈલદેવ યુનિવર્સિટી, સહારનપુરની શાકુભ્ભરી દેવી યુનિવર્સિટી, લખનૌમાં યૂપી ઈન્સ્ટીટ્યૂટ ઓફ પોલીસ એન્ડ ફોરેન્સિક સાયન્સ અયોધ્યામાં આયુષ સંસ્થા, ગોરખપુરમાં ગુરુ ગોરક્ષનાથ આયુષ યુનિ, પ્રયાગરાજમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ નેશનલ લો યુનિવર્સિટી અને મેરઠમાં ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું કામ પૂર્ણ કરવામાં આવશે.
25 કરોડ લોકોના જીવનમાં આવશે બદલાવ: યોગી 
યોગી આદિત્યનાથે આ સંકલ્પ પત્રને યૂપીની જનતા માટે પરિવર્તન લાવનારું ગણાવ્યું હતું.  સુરક્ષા કાનૂન વ્યવસ્થા વધુ સારી બનશે તેની બાંહેધરી યોગીએ આપી છે. યોગીએ અગાઉની ડબલ એન્જિનની સરકાર
પર આકરા પ્રહાર કર્યા હતા. 
સંકલ્પ પત્રની સાથે કેમ્પેઈન સોંગ લોન્ચ
ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની સાથે ‘કર કે દિખાયા હૈ’ ટાઈટલ સાથેનું ઈલેકશન કેમ્પેઈન ગીત લોન્ચ કર્યું છે. ફરી કરીને બતાવીશું એ આ ગીતની આગળની લાઈન છે.