+

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah શ્રી સિદ્ધિ ગ્રુપ બ્રિજનું લોકાર્પણ કરશે

અહેવાલ – રીમા દોશી, અમદાવાદ વર્ષ 1994 થી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી શ્રી સિદ્ધિ ગ્રુપ ની સિદ્ધિમાં એક નવો જ વધારો થવા જઈ રહ્યો છે અમદાવાદના જગતપુર વિસ્તારમાં રેલવે બ્રિજનું…

અહેવાલ – રીમા દોશી, અમદાવાદ

વર્ષ 1994 થી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી શ્રી સિદ્ધિ ગ્રુપ ની સિદ્ધિમાં એક નવો જ વધારો થવા જઈ રહ્યો છે અમદાવાદના જગતપુર વિસ્તારમાં રેલવે બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Amit Shah) હસ્તે થવાનું છે ત્યારે આ બ્રિજ પાછળ શ્રી સિદ્ધિ ગ્રુપનું (Shri Siddhi Group) ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે.

શ્રીસિદ્ધિ ગ્રુપ બ્રિજનું (Shri Siddhi Group Bridge) અષાઢી બીજના પાવન અવસરે લોકાર્પણ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થનાર આ બ્રિજ ચાંદખેડા ન્યુ-રાણીપ અને કાળીગામને એસ.જી હાઇવે સાથે ગણતરીની મિનિટોમાં જ કનેક્ટ કરશે આ બ્રિજથી દૈનિક ₹3 લાખ શહેરીજનોને લાભ થશે.

વર્ષ 1994થી શ્રીસિદ્ધિ ગ્રુપ સતત લોકોપયોગી કાર્ય કરતું રહ્યું છે. જગતપુર વિસ્તારમાં વિકાસે પકડેલી રફતાર પાછળ શ્રીસિદ્ધિ ગ્રૂપનો સિંહફાળો રહ્યો છે. શ્રીસિદ્ધિ ગ્રૂપનો આ શ્રીસિદ્ધિ બ્રિજ હજારો લોકો માટે વરદાનરૂપ સાબિત થશે કારણકે બ્રિજ બનવાના લીધે વારંવાર ફાટક બંધ થવાથી થતી સમસ્યા, અને ટ્રાફિકની સમસ્યાથી લોકોને કાયમ માટે છુટકારો મળશે, સાથે જ ઈંધણ અને સમયની પણ બચત થશે. અગાઉ પણ શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા એસજી હાઈવે થી ચેનપુર ગરનાળા સુધીનો ફોરલેન્ડ રોડ બનાવવામાં આવ્યો હતો જેનો સીધો જ લાભ લાખો લોકોને થયો હતો ત્યારે હવે આ બ્રિજથી પણ લાખો લોકોને સીધો જ લાભ પહોંચશે.

ગુજરાતની સૌપ્રથમ આયોજનબદ્ધ ગોદરેજ ગાર્ડનસિટી ટાઉનશિપ અને એસ. જી હાઇવેથી ચેનપુર ગરનાળા સુધીનો ફોરલેન હાઇ-વે બનાવ્યા બાદ, એક પછી એક પોતાના કામથી રિયલ એસ્ટેટના આકાશમાં શ્રીસિદ્ધિ ગ્રુપ તારાની જેમ ચમકી રહ્યું છે. પોતાના કામને જ ઈશ્વરમાની ને કામ કરતાં શ્રીસિદ્ધિ ગ્રુપે લોકોમાં, પોતાના પ્રતિ વિશ્વાસ ઊભો કર્યો છે. શરૂઆતથી જ આકર્ષણનું કેન્દ્ર બનેલા બ્રિજના લોકાર્પણ બાદ, રાજ્યની વિકાસગાથામાં વધુ એક આધ્યાયનો ઉમેરો થશે. અને શ્રીસિદ્ધિ ગ્રૂપના કામને વર્ષો સુધી લોકો યાદ રાખશે.

આ પણ વાંચો : ગુજરાતના પ્રતિષ્ઠિત શ્રી સિદ્ધિ ગૃપની બન્ને પાંખોને મળી આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter