+

Anand : 243 આચાર્યો અને શિક્ષણાધિકારીએ મળીને ચોપડ્યો કરોડો ચૂનો…!

Anand : આણંદ (Anand ) જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શેતરંજી કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2014-15માં શેતરંજી ખરીદવા શાળાઓમાં ગ્રાન્ટ ફળવાઈ હતી પણ તેમાં તત્કાલીન જિલ્લા શિક્ષણ…

Anand : આણંદ (Anand ) જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શેતરંજી કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2014-15માં શેતરંજી ખરીદવા શાળાઓમાં ગ્રાન્ટ ફળવાઈ હતી પણ તેમાં તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યોએ શેતરંજી કૌભાંડ આચર્યું હતું.

કૌંભાડનો 9 વર્ષે પર્દાફાશ

આણંદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શેતરંજી કૌભાંડ આચરાયુંહોવાનો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2014-15માં આચરાયેલા આ કૌંભાડનો 9 વર્ષે પર્દાફાશ થયો છે. 9 વર્ષ બાદ આચાર્યોએ કરેલું શેતરંજી કૌભાંડ સામે આવ્યું છે જેમાં અઢી કરોડથી વધુ રકમનું કૌંભાડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે.

એક જ સ્થળેથી શેતરંજી ખરીદવા આચાર્યને ફરજ

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યોએ આ કૌંભાડ આચર્યું હતું. એક જ સ્થળેથી શેતરંજી ખરીદવા આચાર્યને ફરજ પાડવામાં આવી હતી. 243 શાળાના આચાર્યએ એક જ વેપારી પાસેથી શેતરંજી ખરીદી હતી.

અઢી કરોડનું આ કૌંભાડ આચર્યું

આ કૌંભાડમાં બજાર કિંમત કરતા વધુ કિંમત ચૂકવવામાં આવી હતી અને તપાસના અંતે જણાયું હતું કે જિલ્લાના 243 આચાર્ય એ અઢી કરોડનું આ કૌંભાડ આચર્યું હતું. આખરે આ કૌંભાડનો પર્દાફાશ થતાં 9 વર્ષ બાદ 243 આચાર્ય સામે પગલાં ભરવા આદેશ કરાયા છે.

મળવા પાત્ર લાભો અટકી જશે

કૌંભાડમાં સંડોવાયેલા 243 આચાર્ય સામે ચાર્જશીટ કરવામાં આવતાં હવે તેમને મળવા પાત્ર લાભો અટકી જશે. 9 વર્ષ બાદ પગલાં ભરવાના આદેશથી શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો—- Rajkot : એરપોર્ટ પર 100 થી વધુ મુસાફરો રઝળી પડ્યા! એરલાઇન સ્ટાફ સાથે ઊગ્ર બોલાચાલીનો Video વાઇરલ

આ પણ વાંચો—- Unseasonal rain : સાવચેત રહેજો! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં કહેર વર્તાવશે માવઠું! વીજળી પડતાં 2 ના મોત

આ પણ વાંચો— MONSOON : આનંદો..નિયત સમય કરતા આગળ ચાલી રહ્યું છે ચોમાસું..!

આ પણ વાંચો—- VADODARA : મંદિર બહાર દેખાતી “VMC દાનપેટી” એ આશ્ચર્ય સર્જ્યુ

Whatsapp share
facebook twitter