+

Pakistan: PoKમાં પાક સરકાર સામે મોંઘવારીને લઇને વિરોધ, ઠેર ઠેર ચક્કાજામ

POK Economic Crisis: પાકિસ્તાન (Pakistan) ના કબજા વાળા કાશ્મીરમાં લોકો ઘઉંના લોટ અને વીજળીના વધેલા ભાવથી ખુબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. વધતી મોંઘવારી સામે અવાજ ઉઠાવવા માટે થઈને…

POK Economic Crisis: પાકિસ્તાન (Pakistan) ના કબજા વાળા કાશ્મીરમાં લોકો ઘઉંના લોટ અને વીજળીના વધેલા ભાવથી ખુબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. વધતી મોંઘવારી સામે અવાજ ઉઠાવવા માટે થઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શનિવાર અને રવિવારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. અવામી-એક્શન-કમિટીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મુઝફ્ફરાબાદમાં કાયદા અમલીકરણ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. લોકો સબસિડીની માંગ કરી રહ્યા છે.

લોકોએ પાકિસ્તાન શાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર

મળતી માહિતી અનુસાર પ્રદર્શનકારીઓએ આ વિસ્તારમાં રોડ બ્લોક કરી દીધો છે. મીરપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કામરાન અલીએ માહિતી આપી હતી કે ઇસ્લામગઢ શહેરમાં સબ-ઇન્સ્પેક્ટર અદનાન કુરેશીનું છાતીમાં ગોળી વાગવાથી મોત થયું હતું. ગુલામ કાશ્મીરમાં ચાલી રહેલા હિંસક અથડામણની અસર બ્રિટનમાં પણ જોવા મળી રહી છે. લંડનમાં હાજર અનેક લોકોએ પાકિસ્તાન શાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

શટર-ડાઉન અને વ્હીલ-જામ હડતાલની જાહેરાત કરી

અગાઉ બુધવાર અને ગુરુવારે રાત્રે, પોલીસે મુઝફ્ફરાબાદ અને મીરપુર વિભાગમાં તેમના અને તેમના સંબંધીના નિવાસસ્થાન પર દરોડા દરમિયાન 70 JAAC કાર્યકરોની ધરપકડ કરી હતી. જેના પગલે ગુરુવારે દડિયાલમાં ઉગ્ર અથડામણ થઈ હતી. મુઝફ્ફરાબાદ તરફ આયોજિત લોંગ માર્ચના એક દિવસ પહેલા, સમિતિએ શુક્રવારે શટર-ડાઉન અને વ્હીલ-જામ હડતાલની જાહેરાત કરી હતી.

પાકિસ્તાન સરકાર સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે, વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે ગેરકાયદેસર કબજા હેઠળના પ્રદેશના વિલીનીકરણ પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે એક દિવસ અમે પીઓકેનો ગેરકાયદેસર કબજો ખતમ કરીશું અને પીઓકે ભારતમાં જોડીશું.

આ પણ  વાંચો Jammu and Kashmir : શ્રીનગરમાં બે દાયકા બાદ રેકોર્ડબ્રેક મતદાન, PM મોદીએ મતદારોની પ્રશંસા કરી…

આ પણ  વાંચો – Mumbai : વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં મોતનો આંકડો 14 સુધી પહોંચ્યો

આ પણ  વાંચો મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે પત્તાની જેમ હોર્ડિંગ્સ થયા ઢેર, જુઓ આ ભયાનક Video

Whatsapp share
facebook twitter