+

Ahmedabad: મિત્ર પર વિશ્વાસ કરવો ભારે પડ્યો, છેતરાયેલા યુવાકને કરવો પડ્યો આપઘાત

Ahmedabad: મિત્રતામાં વિશ્વાસઘાત થયાનો એક બનાવ સામે આવ્યો છે. અસલાલીના યુવકે મિત્રને તે એક યુવતીને એક તરફી પ્રેમ કરે છે તેમ કહેતા મિત્રએ મદદ કરવાને બદેલ તેનો ગેરફાયદો ઉઠાવ્યો હતો.…

Ahmedabad: મિત્રતામાં વિશ્વાસઘાત થયાનો એક બનાવ સામે આવ્યો છે. અસલાલીના યુવકે મિત્રને તે એક યુવતીને એક તરફી પ્રેમ કરે છે તેમ કહેતા મિત્રએ મદદ કરવાને બદેલ તેનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. પ્રેમાંધ યુવકને મિત્રએ તાંત્રિકને ઓળખે છે તે તારી મનગમતી યુવતીને તાંત્રિક વિધિથી તારા વશમાં કરી દેશે કહીને ખોટું પ્રલોભન આપીને કુલ રૂપિયા 4 લાખ પડાવી લીધા હતા. જેમાં યુવકે લોન લઇને રૂપિયા આપ્યા હતા અને તે ભરી ન શકતા આપઘાત કર્યો હતો. એક વર્ષ અગાઉ બનેલ ઘટનામાં મૃતકનો મોબાઇલ ફોન જોતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ અંગે અસલાલી પોલીસે કળીયુગના મિત્ર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી

લાંભામાં રહેતા 61 વર્ષીય ગોપાલભાઇ કાછીયા નિવૃત જીવન ગુજારે છે. તેમનો 23 વર્ષીય પુત્ર દર્શન આનંદનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગત 9 મે 2023માં દર્શન ઘરમાં ઉપરના માળે કસરત કરવા ગયો હતો. ત્યારે માતાએ ચા -નાસ્તો તૈયાર કરતા તેને બૂમો પાડીને બોલાવ્યો પરંતુ દર્શને કોઇ જવાબ આપ્યો ન હતો. જેથી માતા ઉપરના માળે ગઇ તે સમયે હીંચકાના કડામાં દર્શન ગળેફાંસો ખાધેલ હાલતમાં લટકતો હતો અને તરફડિયા મારતો હતો. જેથી બૂમાબૂમ થતા પિતા અને આસપાસના લોકો આવી જતા તેને નીચે ઉતાર્યો હતો. સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી અસલાલી પોલીસને જાણ કરતા લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. આ અંગે અસલાલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી.

મિત્રએ છેતરીને 4 લાખ પડાવી લીધા

તેમની બહેન ભૂમિકાએ દર્શનનો ફોન જોતા તેને લલીત ગુપ્તા સાથે ઘણા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેથી પરિવારજનો લલીતના ઘરે જતા લલીતને પૂછતા તે દર્શનનો મિત્ર છે અને દર્શને લલીતને કોઇ યુવતીને એક તરફી પ્રેમ કરતો હોવાનું જણાવ્યુ હતું. જેથી લલીતને રૂપિયાની જરૂર હોવાથી તેને દર્શનને વાતોમાં લઇને તાંત્રિક વિધિથી મનગમતી યુવતી સાથે લગ્ન કરાવી આપવા જણાવ્યુ હતુ. આટલું જ નહીં લલીતે દર્શનને તેને એક તાંત્રિક ઓળખે છે તે વિધિ કરીને તારી મનગમતી યુવતીને વશમાં કરી લેશે તેના બદલામાં તાંત્રિકને રૂપિયા પડશે કહીને તાંત્રિક વિધિના બહાને ક્રેડિટ કાર્ડથી કુલ રૂ. 4 લાખ પડાવી લીધા હતા.

તાંત્રિક વિધિના બહાને મિત્ર સાથે કરી છેતરપિંડી

લલીત કોઇ કામધંધો કરતો ન હોવાથી તેને રૂપિયા વાપરી નાખ્યા હતા તેવુ જણાવ્યુ હતુ. ત્યારે પુત્રી ભૂમિકાને પૂછતા દર્શન પાસેથી એક ચિઠ્ઠી મળી હતી તે ભૂમિકાએ પોતાની પાસે રાખી મૂકી હતી. સમગ્ર હકીકત સામે આવતા તેને ચિઠ્ઠી બતાવતા તેમાં લલીતની વાતોમાં આવીને તેને રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યુ હતું. આ અંગે દર્શનના પિતાએ લલીત સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અહેવાલઃ દિર્ઘાયુ વ્યાસ, અમદાવાદ

આ પણ વાંચો: Ahmedabad: લોકોને કરવું પડશે ચિપકો આંદોલન! વિકાસના નામે થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન

આ પણ વાંચો: Panchmahal: મોરવા હડફના મોરા ગામની નિરાધાર મહિલાને ચોમાસા પૂર્વે મળી છત

આ પણ વાંચો: Junagadh: ઓઝત ડેમ-2 માંથી સિંહનો મૃતદેહ મળ્યો, શોર્ટ આપી હત્યા કરાઈ હોવાની આશંકા

Whatsapp share
facebook twitter