+

યુક્રેનની મહિલા સાંસદે બંદૂક ઉઠાવી, રશિયા સામે લડવા તૈયાર

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ દેશ નહી છોડવા બાબતનો વિડીયો સોશિલ મિડીયામાં વાયરલ કર્યો છે ત્યારે બીજી તરફ યુક્રેનના મહિલા સાંસદે પણ બંદૂક સાથેનો ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે અને તેણે કહ્યું છે કે હવે હથિયાર ઉઠાવવાના દિવસ આવી ગયો છે. પોતે બંદૂક ચલાવતા શીખતા હોવાનું જણાવ્યું યુક્રેન પર રશિયાનો સતત ત્રીજા દિવસે પણ હુમલો યથાવત રહ્યો
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ દેશ નહી છોડવા બાબતનો વિડીયો સોશિલ મિડીયામાં વાયરલ કર્યો છે ત્યારે બીજી તરફ યુક્રેનના મહિલા સાંસદે પણ બંદૂક સાથેનો ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે અને તેણે કહ્યું છે કે હવે હથિયાર ઉઠાવવાના દિવસ આવી ગયો છે. 

પોતે બંદૂક ચલાવતા શીખતા હોવાનું જણાવ્યું 
યુક્રેન પર રશિયાનો સતત ત્રીજા દિવસે પણ હુમલો યથાવત રહ્યો છે જેથી યુક્રેનમાંથી દેશ છોડીને જઇ રહેલા લોકોની તસ્વીરો અને વિડીયો જોવા મળી રહ્યા છે પણ કેટલીક એવી તસ્વીરો પણ બહાર આવી રહી છે કે જે સ્થાનિક લોકોનો જુસ્સો દર્શાવી રહી છે. યુધ્ધ વચ્ચે યુક્રેનના મહિલા સાંસદ કિરા રુડીકે ટ્વીટ કરીને પોતાનો બંદૂક સાથેનો ફોટો સોશિયલ મિડીયામાં અપલોડ કર્યો છે. કિરા રુડીકે કહ્યું છે કે તેઓ બંદુક ચલાવવાનું શીખી રહ્યા છે પણ હવે હથિયાર ઉઠાવવું જરુરી બની ગયું છે. જો કે અત્યારે બધુ સપના જેવું લાગી રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોથી તેણે આ વિશે વિચાર્યું પણ ન હતું પણ હવે યુક્રેનની મહિલાઓ પુરુષોની જેમ જ પોતાની ધરતીનું રક્ષણ કરશે. 

અગાઉ રાષ્ટ્રપતિએ પણ પોતે દેશ નહી છોડે તેમ જણાવ્યું 
ઉલ્લેખનિય છે કે આ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્ન્કીએ પણ પોતે દેશ છોડવાની અફવાનું ખંડન કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો અને તેઓએ અમેરીકાની ઓફર ઠુકરાવીને હથિયાર આપવા જણાવ્યું હતું. આ સંજોગોમાં જ યુક્રેનની મહિલા સાંસદે પણ બંદુક ઉઠાવીને પોતે રશિયા સાથે લડવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. 
Whatsapp share
facebook twitter