+

Rajnath Singh in Gujarat : ભાવનગર અને ખંભાતમાં મહાજનસભા, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ (Rajnath Singh in Gujarat) આજે ગુજરાતમાં એક દિવસના ભાજપના ચૂંટણી (loksabhaelection) પ્રચાર પ્રવાસે હતા. આજે સવારે અમદાવાદમાં બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કેન્દ્રીય સંરક્ષણમંત્રી…
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ (Rajnath Singh in Gujarat) આજે ગુજરાતમાં એક દિવસના ભાજપના ચૂંટણી (loksabhaelection) પ્રચાર પ્રવાસે હતા. આજે સવારે અમદાવાદમાં બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ભાવનગર અને ખંભાત ખાતે જાહેરસભામાં પહોંચ્યા હતા. અહીં, તેમણે સભા સંબોધી રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધીને ભારતના ઇતિહાસની ખબર નથી : રાજનાથસિંહ

ભાવનગરનાં (Bhavnagar) સિહોર ખાતે આજે નિમુબેન બાભણીયાના (Nimuben Babhaniya) સમર્થનમાં ભાજપની મહાસભાનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ઉપસ્થિતિ રહ્યા હતા. દરમિયાન, તેમણે સભા સંબોધી રાહુલ ગાંધી (Rahul Gandhi), સામ પિત્રોડા અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આજે મેં કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યું, જેમાં તેઓ રાજ મહારાજાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છે આપણા દેશના રાજા મહારાજા એવા હતા કે જેમણે સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) એક અપીલ પર તેમની તમામ રિયાસતો ભારત સાથે ભેળવી દેવાનો નિર્ણય કર્યો હતો. રાજનાથસિંહે કહ્યું કે, રાહુલ ગાંધીને ભારતના ઇતિહાસની ખબર નથી.

સામ પિત્રોડા અને કોંગ્રેસને લીધી આડેહાથ

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના (Sam Pitroda) નિવેદન અંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, તેઓ કહે છે કે માતા-પિતા મૃત્યુ પામે તો સરકારે સંપત્તિ લેવી જોઈએ. રાજનાથ સિંહે સામ પિત્રોડાના નિવેદનને ઘાતક ગણાવ્યું હતું અને કહ્યું કે, કેટલાક અર્થશાસ્ત્રીઓએ પણ સામ પિત્રોડાના નિવેદનને ઘાતક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, 2024 ના ચૂંટણી બાદ 10 વર્ષ પછી કોંગ્રેસનું નામો નિશાન ગાયબ થઈ જશે. બાળકોને પૂછશો તો તે કહેશે કોણ કોંગ્રેસ ? રાજનાથ સિંહે આગળ કહ્યું કે, પહેલાનાં અને આજના ભારતમાં ઘણો બદલાવ આવ્યો છે. આજનું ભારત દુનિયાના ટોપ ત્રણમાં સામેલ થવા માટે અગ્રસર છે. 2046 સુધીમાં ભારતને વિશ્વગુરુ બનવાથી કોઈ રોકી શકે નહીં. મોદી શાસનમાં યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી અને યુદ્ધમાંથી હજારો ભારતીય નાગરિકોને ફરી ભારત લવાયા હતા. જણાવી દઈએ કે, સભા મંચ પર ધારાસભ્ય જીતુ વાઘાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રદેશ ઉપાધક્ષ રઘુભાઈ હુંબલ, સાંસદ ભારતીબેન શિયાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

ખંભાતમાં જનસભા, કહ્યું- કેમ છો…મજામાં ??

ઉપરાંત આજે ખંભાતના પાણિયારી ગ્રાઉન્ડ ખાતે પણ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની (Rajnath Singh in Gujarat) જનસભા યોજાઈ હતી, જેમાં તેમણે આણંદ બેઠકના ઉમેદવાર મિતેષ પટેલ અને ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલના સમર્થન માટે જનસભાને સંબોધી હતી. દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેમ છો…મજામાં ?? ખૂબ લાંબા સમય બાદ લોકો વચ્ચે આવ્યો છું. ભારતની પરંપરા સ્વાગત કરવાની રહી છે અને તમારા સ્વાગત અને સહકાર બદલ આભાર. હું પણ તેમને શીશ નમાવીને વંદન કરું છું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, 2014 પહેલા ભારતની સ્થિતિ શું હતી, તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ, આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની નામનાં વધી છે. આજે ભારતનું નામ પડે તો ભારત શું બોલે છે તે સંભળાવા લોકો મજબૂર બન્યા છે. આજે ભારત તાકાતવર દેશ બન્યો છે. અર્થવ્યવસ્થા મુદ્દે આપણે આગળ વધ્યા છીએ. 2027 માં આપણે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનીશું.

‘2047 સુધીમાં આપણો દેશ વિકસિત ભારત બનશે’

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આગળ કહ્યું કે, 2047 સુધીમાં આપણો દેશ વિકસિત ભારત બનશે. 21મી સદી ભારતની બનવા જઈએ રહી છે. તેમણે કહ્યું કે, ભારત માટે લોકોની નજર આજે બદલાઈ છે. ભારત તરફ જોવાનો લોકોનો અંદાજ બદલાયો છે. નહેરુજી કહેતા અમારી સરકાર બનાવો, ગરીબી દૂર કરીશું. ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંહ પણ આવું જ કહેતા હતા. પણ કોંગ્રેસ એ માત્ર વાતો કરી, પરંતુ, ભાજપે (BJP) એ કરીને બતાવ્યું છે.
Whatsapp share
facebook twitter