+

યુક્રેનનું એર સ્પેસ કમર્શિયલ ઓપરેશન માટે બંધ, ભારતીયોને પરત લાવવા સરકાર લઇ શકે છે આ નિર્ણય

છેલ્લા એક મહિનાથી દુનિયાને જે વાતનો ભય હતો, આખરે તે જ થયું છે. રશિયાએ આજે સવારે યુક્રેન પર હુમલો કર્યો છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ પણ શરુ  થઇ ગયું છે. રશિયા દ્વારા યુક્રેન પર  મિસાઇલ હુમલા, એરસ્ટ્રાઇક અને બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી થઇ છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચ
છેલ્લા એક મહિનાથી દુનિયાને જે વાતનો ભય હતો, આખરે તે જ થયું છે. રશિયાએ આજે સવારે યુક્રેન પર હુમલો કર્યો છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ પણ શરુ  થઇ ગયું છે. રશિયા દ્વારા યુક્રેન પર  મિસાઇલ હુમલા, એરસ્ટ્રાઇક અને બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી થઇ છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે અનેક રાજ્યના વિદ્યાર્થીઓ યુદ્ધની સ્થિતિ વચ્ચે ત્યાં ફસાયા છે.
આ વિદ્યાર્થીઓ યુક્રેનના ભારતીય દૂતાવાસ અને ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યયા છે. તો આ તરફ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ અહીં ભારત સરકારને તેમને પરત લાવવાની અપીલ કરી રહ્યા છે. જો કે અત્યારે યુક્રેનમાં જે સ્થિતિ ઉભી થઇ છે, તેમાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાનું કામ વધારે મુશ્કેલ બન્યું છે. ઉપરાંત તેઓ ભારત કપરત ક્યારે ફરશે તે અંગે પણ અનિશ્ચિતતા સર્જાઇ છે. જો કે આમ છતા આશાનું એક કિરણ હજુ છે, કે જેથી ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફરી શકે.

યુક્રેન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પરત ફરી
આ અંગે દિલ્હી ખાતેના એર ઇન્ડિયાના મુખ્ય પ્રવક્તા સમીક ભટ્ટાચાર્ય સાાથે વાત કરતા તેમણે ચિંતાજનક સમાચાર આપ્યા છે. સમીક ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, ‘આજે એટલે કે 24 ફેબ્રુઆરીના દિવસે દિલ્હીથી યુક્રેન જવા રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ, કે જે અત્યારે મિડ એર છે. તેના પાયલટને કહેવામાં આવ્યું છે કે તે તરત જ પરત ફરે, કારણ કે યુક્રેનની જે એર સ્પેસ છે તે કમર્શિયલ ઓપરેશન માટે બંધ છે. જેનું મુખ્ય કારણ નોટમ(NOTAM) નોટીસ છે.’
યુક્રેનમાં એક પણ કોમર્શિયલ ફ્લાઇટ લેન્ડ નહીં થાય
નોટમ નોટીસને સાદી ભાષામાં નોટીસ ટુ  એર મિશન (Notice to Air Missions) અથવા નોટીસ ટુ એરમેન (Notice to Airmen) કહેવામાં આવે છે. જેનો અર્થ એવો થાય કે not normal operation in that area, એટલે કે તે વિસ્તારમાં હવે હવાઇ યાત્રાની સામાન્ય ગતિવિધિઓ નહીં થઇ શકે. ટૂંકમાં આજથી એર ઇન્ડિયાની કોઇ પણ ફ્લાઇટ યુક્રેનમાં લેન્ડ નહીં થઇ શકે. માત્ર એર ઇન્ડિયા જ નહીં, પરંતુ દુનિયાની કોઇ પણ કોમર્શિયલ ફ્લાઇટ યુક્રેનમાં લેન્ડ નહીં થઇ શકે. આવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેસલા ભાારતીય સમુદાય માટે આ માઠા સમાચાર છે. કારણ કે તેમને પરત લાવવા માટે એર ઇન્ડિયાની જે ફ્લાઇટો જવાની હતી, તે જઇ નહીં શકે. ઉપરાંત ફરી ક્યારે આ ઓપરેશન શરુ થશે તે પણ નક્કી નથી.

વિદ્યાર્થીઓને ઘરે જ રહેવા અપીલ
યુક્રેનના નાગરિકો અને ભારતમમાં રહેલા તેમના સબંધીઓ માટે વિદેશ મંત્રાલયની ન્યુ દિલ્હી ખાતેની જે હેલ્પલાઇન છે તેના વડા મિ. હરમનએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ‘લગભગ 20થી 22 હજાર ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે. જેમાં ઘણા બધા ગુજરાતના પણ છે. આ વિદ્યાર્થીઓ સમય રહેતા ભારત આવી ના શક્યા કારણ કે જ્યારે ભારત સરકારે તમામ લોકોને પરત આવવા માટે એડવાઇઝરી જાહેર કરી ત્યારે એર ઇન્ડિયાની ટિકિટ ઘણી મોંઘી થઇ ગઇ અને મોટાભાગના વિદ્યાર્થીઓ પરત આવી ના શક્યા. આ સિવાય કોઇને એવો ખ્યાલ પણ નહોતો કે આમ તરત જ યુદ્ધ શરુ થઇ જશે. ’
હાલમાં યુક્રનમાં ભારતીય દૂતાવાસ ત્યાં રહેલા દરેક વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં છે. દર બે કે ત્રણ કલાકે વિદ્યાર્થીઓના રજીસ્ટર મોબાઇલ નંબર પર વિવિધ નિર્દેશ આપતા રહે છે.  યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના સગા સબંધીઓને હેલ્પલાઇનના વડા મિ. હરમન દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે કે ‘તમે યુક્રેનમાં ફસાયેલા તમારા દીકરા દીકરીઓને જણાવો કે તેઓ અત્યારે જ્યાં પણ હોય, હોસ્ટેસમાં , ઘરમાં કે ગમે ત્યાં બહાર ના નિકળે. ભારતીય દૂતાવાસના જે અધિકારીઓ છે તેમના સતત સંપર્કમાં રહે. ’

પોલેન્ડથી રેસ્ક્યુની શક્યતા
આ સિવાય એવી પણ એક વાત છે કે ખૂબ નજીકના ભવિષ્યમાં ભારત સરકાર ત્યાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને યુક્રેનની બાજુમાં જે પોલેન્ડ આવેલું છે ત્યાંથી રેસ્ક્યુ કરશે. અત્યારે પોલેન્ડનું એર સ્પેસ શરુ છે. એટલે પહેલા વિદ્યાર્થીઓને યુક્રેનથી પોલેન્ડ લઇ જવાશે અને બાદમાં ત્યાંથી ભારત લવાશે. આવી પણ એક શક્યતા છે.
Whatsapp share
facebook twitter