+

Lok Sabha Election 2024: ત્રીજા તબક્કામાં સાત મંત્રીઓનું ભવિષ્ય EVM થયું કેદ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું મતદાન દેશમાં પૂર્ણ થયું છે. આ વખતે દેશમાં ત્રીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર 7 આજરોજ મતદાન કરવામાં આવ્યું હતું.…

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું મતદાન દેશમાં પૂર્ણ થયું છે. આ વખતે દેશમાં ત્રીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર 7 આજરોજ મતદાન કરવામાં આવ્યું હતું. તે પૈકી ગુજરાતમાં કુલ 26 બેઠકો પર મતદાન કરાયું હતું. આ વખતે ગુજરાતમાં રાજકીય માહોલ છેલ્લા 10 વર્ષ કરતા સૌથી વધારે દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ વખતે ગુજરાતમાં કુલ 26 બેઠકો પૈકી 25 બેઠકો પર મતદાનનું આયોજન કરાયું હતું. કારણ કે… સુરતની બેઠક પર 7 મે પહેલા ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઈ દલાલા બિનહરિફ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્રીજા તબક્કની અંદર કેન્દ્ર સરકાર માટે 7 મંત્રીઓ માટે મતદાન થયું હતું.

મંત્રી બેઠક 2019 માં મતદાનના ટકા 2024 માં મતદાનના ટકા (સાંજે 5 વાગ્યા સુધી)
અમિત શાહ ગાંધીનગર 66.08 55.65
જ્યોતિરાદિત્ય સિંધિયા ફોલ્ડ 70.34 68.93
મનસુખ માંડવિયા પોરબંદર 57.21 46.51
પરશોતમ રૂપાલા રાજકોટ 63.49 54.29
પ્રહલાદ જોષી ધારવાડ 70.29 67.15
નારાયણ રાણે રત્નાગીરી-સિંધુદુર્ગ 61.99 છે 53.75
શ્રીપદ યેસો નાઈક ઉત્તર ગોવા 77.05 73.51

કેન્દ્રીય મંત્રી પૈકી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

તેમણે ગુજરાતના ગાંધીનગર ભાજપ લોકસભા બેઠક ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેઓ 2019 માં પણ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે આ વખતે તેમની સામે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર સોનલ પટેલ મેદાનમાં ઉતર્યા હતા. જોકે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર સોનલ પટેલ અગાઉ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. તો ગાંધીનગર બેઠક પર 2019 માં 66.08 ટકા મતદાન થયું હતું, જ્યારે આ વર્ષે 55.65 ટકા મતદાન નોંધાયું છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

આ વખતે પણ ભાજપે ગુના લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મેદાનમાં ઉતાર્યા હતા. હાલમાં, તેઓ મધ્યપ્રદેશમાં ભાજપના રાજ્યસભા સાંસદ છે. તો આ વખતે કોંગ્રેસે ગુના લોકસભા બેઠક પર રાવ યાદવેન્દ્ર સિંહ યાદવને ટિકિટ આવી હતી. વર્ષ 2019 માં ગુના બેઠક પર ભાજપ ઉમેદવાર ડૉ. કેપી યાદવે કોંગ્રેસ ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાને હરાવ્યા હતા. ત્યારે 70.34 ટકા મતદાન નોંધાયું હતું. તો આ વર્ષે 68.93 ટકા મતદાન નોંધાયું છે.

કેન્દ્રીય કોલસા અને સંસદ કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશી

આ સાત ઉમેદવારો પૈકી કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીનું પણ નામ સામેલ છે. કેન્દ્રીય કોલસા અને સંસદીય પ્રધાન કર્ણાટકની ધારવાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. અહીં કોંગ્રેસે પાર્ટીના યુવા નેતા વિનોદ અસુતીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના પ્રહલાદ જોશી 2019 માં અહીંથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. ગત ચૂંટણીમાં ધારવાડ બેઠક પર 72.1% મતદાન નોંધાયું હતું, તો આ વખતે 67.15 ટકા મતદાન નોંધાયું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે. માંડવિયા અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના લલિતભાઈ વસોયા સામે ચૂંટણી લડી રહ્યા છે. 2019 માં અહીંથી ભાજપના રમેશભાઈ લવજીભાઈ ધડુક જીત્યા હતા. ગત ચૂંટણીમાં પોરબંદર બેઠક પર 58.9% મતદાન નોંધાયું હતું.

નારાયણ રાણેઃ મહારાષ્ટ્રની રત્નાગીરી-સિંધુદુર્ગ સીટ પરની લડાઈ પણ રસપ્રદ છે. અહીંથી ભાજપે કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ રાણે મહારાષ્ટ્રમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા. તેઓ કોંકણના કુડાલ વિધાનસભા ક્ષેત્રમાંથી ઘણી વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી શિવસેના (ઉદ્ધવ જૂથ) ના બે વખત સાંસદ વિનાયક રાઉત સામે લડી રહ્યા છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના વિનાયક રાઉતે રત્નાગીરી-સિંધુદુર્ગ સીટ પર જીત મેળવી હતી. ત્યારે 65.6% મતદાન નોંધાયું હતું, જ્યારે આ વખતે 53.75 ટકા મતદાન નોંધાયું છે.

શ્રીપદ યેસો નાઈક: ત્રીજા તબક્કામાં જે કેન્દ્રીય મંત્રીઓનું ચૂંટણી ભવિષ્ય દાવ પર છે, તેમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકનો પણ સમાવેશ થાય છે. નાઈક ​​ઉત્તર ગોવાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે રમાકાંત ખલપને મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાના ભૂતપૂર્વ સભ્ય ખલપ ગોવાના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શ્રીપદ યેસો નાઈક 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગોવાની બેઠક પરથી જીત્યા હતા. ત્યારે અહીં 79.9% મતદાન નોંધાયું હતું, જ્યારે આ વખતે 73.51 ટકા મતદાન નોંધાયું છે.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા: આ વખતે ભાજપે રાજકોટ લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. તો તેમની સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને લોકસભાની ટિકિટ આપી છે. તો વર્ષ 2019 માં ભાજપે મોહન કુંડારિયાને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી હતી. ત્યારે તેઓ કોંગ્રેસના ઉમેદવાર કગથરા લલિતભાઈને માત આપી લોકસભાની બેઠક પર કબજો કર્યો હતો. ત્યારે રાજકોટમાં 63.49 ટકા મતદાન નોંધાયું હતું અને આ વખતે 54.29 ટકા મતદાન નોંધાયું છે.

આ પણ વાંચો: Haryana : સંકટમાં આવી ભાજપની સરકાર, 3 MLA આવ્યા કોંગ્રેસના સમર્થનમાં

Whatsapp share
facebook twitter