+

Lok Sabha Election 2024: ચૂંટણીમાં ફરજ દરમિયાન બે કર્મચારીઓના મોત, જ્યારે એક કર્મચારીને નડ્યો અકસ્માત

Lok Sabha Election 2024: આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ છે. નોંધનીય છે કે, મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે જાણકારી આપી હતી.…

Lok Sabha Election 2024: આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ છે. નોંધનીય છે કે, મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે, ચૂંટણી દરમિયાન કેટલીટ દુઃખદ ઘટનાઓ પણ બની છે. નોંધનીય છે કે, આજે ગુજરાતમાં ભયંકર ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન પણ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે. જો કે, ચૂંટણી દરમિયાન બે કર્મચારીઓનું મોત થયું છે, જ્યારે એક કર્મચારીનો અકસ્માત થતા ગંભીર ઇજાઓ થઈ છે.

પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ માહિતી આપી હતી. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીનો અકસ્માત થયો હતો. જેથી આ અકસ્માતમાં કર્મચારીને ગંભીર ઈજાઓ થઈ છે. આ સાથે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી હતી.

હાર્ટ એટેક આવતા ત્યા જ તેઓ ઢળી પડ્યા હતા

મળતી વિગતો પ્રમાણે જે મહિલા કર્મચારીનું મોત થયું છે તેમનું નામ કૌશિકબેન બાબરીયા છે. જેઓ સાગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. અને અમરેલીના જાફરાબાદમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હતા. આ દરમિયાન હાર્ટ એટેક આવતા ત્યા જ તેઓ ઢળી પડ્યા હતા. નોંધનીય છે કે, આજે ફરજ પર બે લોકોના મોત થયા છે જ્યારે એક કર્મચારીને ભારે અકસ્માત નડ્યો હતો. મળતી વિગતો પ્રમાણે આ કર્મચારીની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન, મુખ્ય નિર્વાચન અધિકારી Mrs. P. Bharthi એ યોજી પ્રેસ કોન્ફરન્સ

આ પણ વાંચો: Amreli: અમરેલીમાં બની અત્યંત દુઃખદ ઘટના, ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું મોત

આ પણ વાંચો: CHHOTA UDEPUR : આ સાંસ્કૃતિક મતદાન મથક બન્યું આકર્ષણનું કેન્દ્ર, મતદારોએ કહ્યું; ‘લાગે છે કોઈ મોટા પ્રસંગમાં આવ્યા છે’

Whatsapp share
facebook twitter