+

ટવીટરની બ્લુ સબસ્ક્રિપ્શન સર્વિસ ફરીથી લોન્ચ, આઇફોન યુઝર્સે ચૂકવવી પડશે વધારે કિંમત

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ફરી એકવાર પેઈડ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસ 'Twitter Blue' લોન્ચ કરી છે. કંપનીએ આ સેવા સોમવારથી એટલે કે આજથી કેટલાક ફેરફારો સાથે શરૂ કરી છે. કંપનીએ કહ્યું કે યુઝર્સ હવે બ્લુ વેરિફાઈડ એકાઉન્ટ અને એક્સક્લુઝિવ ફીચર્સ મેળવવા માટે ટ્વિટર બ્લુનું સબ્સ્ક્રિપ્શન ખરીદી શકે છે. આ સેવા પહેલા ફેક એકાઉન્ટની સમસ્યાને કારણે બંધ કરવામાં આવી હતી.બ્લુટિક સર્વિસ ફરી શરૂ કરવà
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ફરી એકવાર પેઈડ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસ ‘Twitter Blue’ લોન્ચ કરી છે. કંપનીએ આ સેવા સોમવારથી એટલે કે આજથી કેટલાક ફેરફારો સાથે શરૂ કરી છે. કંપનીએ કહ્યું કે યુઝર્સ હવે બ્લુ વેરિફાઈડ એકાઉન્ટ અને એક્સક્લુઝિવ ફીચર્સ મેળવવા માટે ટ્વિટર બ્લુનું સબ્સ્ક્રિપ્શન ખરીદી શકે છે. આ સેવા પહેલા ફેક એકાઉન્ટની સમસ્યાને કારણે બંધ કરવામાં આવી હતી.
બ્લુટિક સર્વિસ ફરી શરૂ કરવાની જાણકારી આપી 
ટ્વિટરે શનિવારે આ સેવા ફરી શરૂ કરવાની જાણકારી આપતા કહ્યું. “અમે ટ્વિટર બ્લુને સોમવારે ફરીથી લૉન્ચ કરી રહ્યાં છીએ. યુઝર્સે વેબ પર સદસ્યતા મેળવવા માટે 8 ડોલર પ્રતિમાસ ચૂકવવા પડશે..અને ios પર બ્લુ ચેકમાર્ક સહિત યુઝર્સ ફિચર્સ પ્રાપ્ત કરવા માટે દર મહિને 11 ડોલર ચૂકવવા પડશે. કંપનીએ લખ્યું છે કે સબસ્ક્રિપ્શન લીધા પછી તમને ટ્વીટ એડિટ, 1080p વીડિયો અપલોડ રીડર મોડ અને બ્લુટીકની સુવિધા મળશે. 
ફોટો બદલવાથી બ્લુ ટિક દૂર થઈ જશે
વધુ માહિતી આપતા ટ્વિટરે કહ્યું કે સબસ્ક્રાઇબર્સ તેમના હેન્ડલ, ડિસ્પ્લે નામ અથવા પ્રોફાઇલ ફોટો બદલી શકશે, પરંતુ જો તેઓ આમ કરશે તો તેમના એકાઉન્ટ પરથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે..અને ત્યાં સુધી ફરી બ્લુટિક નહીં મળે જ્યાં સુધી ટ્વિટર દ્વારા તેમનું એકાઉન્ટ ફરીથી વેરિફિકેશન ન થાય. એટલે કે, જો તમે પ્રોફાઇલ ફોટો બદલો છો, તો તમારે બ્લુ ટિક માટે એકાઉન્ટને ફરીથી વેરિફાઈ કરવું પડશે.
અગાઉ આ સર્વિસ શરૂ કરાઇ હતી પરંતુ પછી બંધ કરાઇ 
 એલન મસ્કે ઓક્ટોબર માસમાં 44 અબજ ડોલરમાં ટવીટરનું અધિગ્રહણ કર્યા બાદ અનેક મોટા બદલાવ કર્યા હતા. જેમાં પ્રતિમાસ 8 ડોલરનો ચાર્જ ચૂકવી બ્લુટિક સબસ્ક્રિપ્શન મેળવવું શામેલ છે. આ સર્વિસને પહેલા પણ શરૂ કરવામાં આવી હતી, પરંતુ અમેરિકામાં ઘણા નકલી એકાઉન્ટ્સે 8 ડોલર ચૂકવીને બ્લૂટિક મેળવી અને બાદમાં આ એકાઉન્ટ પરથી ફેક ટવીટ કર્યા, જેનાથી પરેશાન થઇને ટવીટરે બ્લુટિક સબસ્ક્રાઇબર સર્વિસ બંધ કરી દીધી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter