+

Final Match પહેલાં જ ટીમ ઇન્ડિયાને મળ્યા ખરાબ સમાચાર..

Final Match : આજે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ (Final Match) રમવા જઇ રહી છે ત્યારે ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારત…

Final Match : આજે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ (Final Match) રમવા જઇ રહી છે ત્યારે ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારત માટે પનોતી ગણાતા એમ્પાયર રિચર્ડ કેટલબ્રો ફાઈનલ મેચ માટે અમ્પાયરોની પેનલનો એક ભાગ બન્યા છે.

ભારતીય ટીમને મોટો ઝટકો

રોહિત શર્માની વિસ્ફોટક અડધી સદી બાદ કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિનના જાદુના આધારે ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે આજે 29મી જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખિતાબી મુકાબલો થશે. ભારતે 2014 પછી પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકા આ ​​પહેલા ક્યારેય T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી શક્યું નથી. વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ટીમો અત્યાર સુધી અજેય રહી છે અને ફાઈનલના દિવસે એક ટીમનું સપનું પૂર્ણ થશે તો બીજી ટીમની આશાઓ પર પાણી ફરી વળશે. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેને ટાઇટલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મેન ઇન બ્લુના ચાહકોને આશા છે કે ટીમ ઇન્ડિયા તેના ખિતાબનો દુકાળ ખતમ કરી દેશે. જો કે તે પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, છેલ્લા કેટલાક સમયથી ICC નોકઆઉટ મેચોમાં ભારતીય ટીમ માટે પનોતી સાબિત થઈ રહેલા રિચર્ડ કેટલબ્રો ફાઈનલ માટે અમ્પાયરોની પેનલનો એક ભાગ છે.

રિચર્ડ કેટલબ્રોને ટીવી અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ICC એ ICC T20 વર્લ્ડ કપ 2024 માટે અમ્પાયરોની પેનલની જાહેરાત કરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલમાં ન્યુઝીલેન્ડના ક્રિસ ગેફની અને ઈંગ્લેન્ડના રિચાર્ડ ઈલિંગવર્થ ઓન-ફીલ્ડ અમ્પાયર હશે, જ્યારે રિચર્ડ કેટલબ્રોને ટીવી અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રોડની ટકર મેચ માટે ચોથા અમ્પાયરની ભૂમિકામાં હશે. ICC ટુર્નામેન્ટમાં જ્યારે પણ રિચર્ડ કેટલબ્રો નોક-આઉટ મેચમાં રહ્યા છે, ત્યારે ભારતીય ટીમ તે મેચો જીતવામાં સફળ રહી નથી. જો કે, ભારતીય ટીમ આ વખતે ચોક્કસપણે આ જિન્ક્સ તોડવાનું પસંદ કરશે.

રિચર્ડ કેટલબ્રો ભારત માટે પનોતી સાબિત થયા છે

રિચર્ડ કેટલબ્રો જ્યારે પણ ICC ટૂર્નામેન્ટની નોક-આઉટ મેચમાં આવ્યા છે, ત્યારે ભારતીય ટીમ તે મેચ હારી છે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું અને તે મેચમાં રિચર્ડ કેટલબ્રો મેદાન પરના અમ્પાયર હતા. વર્ષ 2021માં આયોજિત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ દ્વારા પરાજય મળ્યો હતો અને કેટલબ્રો આ મેચ માટે ટીવી અમ્પાયર હતા.

રિચાર્ડ કેટલબ્રો એમ્પાયર હોય તે મેચ ભારત હારે છે

2023માં આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી અને તે મેચ માટે રિચર્ડ કેટલબ્રો પણ મેદાન પરના અમ્પાયર હતા. અગાઉ, 2019 માં, ભારત સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું અને તે મેચમાં રિચર્ડ કેટલબ્રો ઓન-ફીલ્ડ અમ્પાયર હતા. ટીમ ઈન્ડિયા 2015 ODI વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચી હતી અને રિચર્ડ કેટલબ્રો આ મેચ માટે ઓન-ફીલ્ડ અમ્પાયર હતા અને ભારત તેમાં હારી ગયું હતું.

ભારત 2016માં T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચ્યું હતું અને રિચર્ડ કેટલબ્રો આ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હતા

2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ 2014માં ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. રિચાર્ડ કેટલબ્રો આ મેચ માટે ઓન-ફીલ્ડ અમ્પાયર હતા. આ મેચમાં પણ ભારતને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત 2016માં T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચ્યું હતું અને રિચર્ડ કેટલબ્રો આ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હતા.

આ પણ વાંચો— INDIA VS SOUTH AFRICA FINAL : આજની મેચમાં વરસાદ બનશે વિલન તો કોને થશે ફાયદો?

Whatsapp share
facebook twitter