+

VADODARA : SSG હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી OPD ની છતના પોપડા ખર્યા

VADODARA : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL – VADODARA) ના ફિઝિયોથેરાપી વિભાગની ઓપીડીની છતના પોપડા ખરતા ભય ફેલાયો છે. આજે સવારે તબિબિ વિદ્યાર્થીઓ હાજર હતા…

VADODARA : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL – VADODARA) ના ફિઝિયોથેરાપી વિભાગની ઓપીડીની છતના પોપડા ખરતા ભય ફેલાયો છે. આજે સવારે તબિબિ વિદ્યાર્થીઓ હાજર હતા તે સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો કે, આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. પરંતુ હવે આ માળખાની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. અને તેનો સ્ક્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવવાની માંગ ઉઠવા પામી છે. સાથે જ બિલ્ડીંગમાં અનેક ઠેકાણે પાણી ટપકતું હોવાનું પણ સામે આવ્યું છે. આ પાણી ટપકવાની જગ્યા એક સમય બાદ બોદી થઇને પડી જતી હોય છે.

છતની દિવાલમાંથી પાણીનું લિકેજ

વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ અનેક કારણોસર ચર્ચામાં રહે છે. આજે આ હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગની ઓપીડી નંબર – 16 માં છતનના પોપડા ધડાકાભેરા ખરી પડવાની ઘટના સામે આવી છે. આજે સવારે ફિઝિયોથેરાપી વિભાગના તબિબિ વિદ્યાર્થીઓ દર્દીઓને તપાસી રહ્યા હતા. દરમિયાન ઓપીડી – 16 નો છતના ભાગનો પોપડો ધડાકાભેર ખરી પડ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઇને તબિબો અને દર્દીઓ ત્યાંથી બહાર નિકળી ગયા છે. સાથે જ આ બિલ્ડીંગમાં અનેક ઠેકાણી છતની દિવાલમાંથી પાણીનું લિકેજ થતું હોવાનું પણ સામે આવ્યું છે. સમયજતા પાણીના લિકેજ વાળો ભાગ તુટી પડતો હોય છે. હવે આ મામલે જલ્દી ઉકેલ લાવવાની માંગ ઉઠવા પામી છે.

અમે બધાય ડરી ગયા

ફિઝિયોથેરાપીના તબિબિ વિદ્યાર્થીએ જણાવ્યું કે, આજે 11 વાગ્યાની આસપાસની આ ઘટના છે. અમે ઓપીડીમાં દર્દીઓને તપાસી રહ્યા હતા. ધડાકા જેવો અવાજ આવ્યો કે તુરંત અમે દર્દીઓને સહીસલામત રીતે રેસ્ક્યૂ કરી લીધા હતા. પછી જોયું કે કઇ રીતે થયું છે. ધડાકો થતા જ અમે બધાય ડરી ગયા હતા. ઓપીડીમાં આ પ્રકારના બનાવો બનતા રહે છે. પાણી ભરાઇ જવાની સમસ્યા પણ છે. તેનું નિરાકરણ જલ્દી આવવું જોઇએ.

આ પણ વાંચો — VADODARA : 6 મહિના પહેલા બનાવેલા રોડની દશા તો જુઓ !

Whatsapp share
facebook twitter