+

Rajkot : આત્મીય યુનિવર્સિટી કરોડોનાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીને મોટી રાહત! વાંચો અહેવાલ

રાજકોટમાં આત્મીય યુનિ. કૌભાંડ મામલે મોટા સમાચાર ત્યાગ વલ્લભ સ્વામીના આગોતરા જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા સ્વામી સામે નોંધાયેલી રૂ. 33.26 કરોડની છેતરપિંડીમાં રાહત મળી ત્યાગવલ્લભ સ્વામીનું ફરિયાદમાં નામ જ નથી…
  1. રાજકોટમાં આત્મીય યુનિ. કૌભાંડ મામલે મોટા સમાચાર
  2. ત્યાગ વલ્લભ સ્વામીના આગોતરા જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા
  3. સ્વામી સામે નોંધાયેલી રૂ. 33.26 કરોડની છેતરપિંડીમાં રાહત મળી
  4. ત્યાગવલ્લભ સ્વામીનું ફરિયાદમાં નામ જ નથી : આરોપી પક્ષ

રાજકોટની (Rajkot) આત્મીય યુનિવર્સિટી કરોડોનાં કૌભાંડ મામલે એક મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. કરોડોની છેતરપિંડીનાં કેસમાં ત્યાગ વલ્લભ સ્વામીનાં (Tyag Vallabh Swami) આગોતરા જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા છે. આ સાથે સ્વામી સામે થયેલ રૂ.33.26 કરોડની છેતરપિંડીની ફરિયાદમાં તેમને મોટી રાહત મળી છે. આરોપી પક્ષ વતી એવી દલીલ કરાઇ હતી કે ત્યાગ વલ્લભ સ્વામીનું ફરિયાદમાં નામ જ નથી.

આ પણ વાંચો – Ganesh Gondal : જયરાજસિંહના વિરોધીઓ પર પ્રહાર, કહ્યું- જેમ રામાયણમાં સુરપંખા હતી, જેનું નાક ઊગી જતું તેમ..!

ફરિયાદમાં ત્યાગવલ્લભ સ્વામીનું નામ જ નથી : આરોપી પક્ષ

રાજકોટમાં (Rajkot) આવેલી આત્મીય યુનિવર્સિટીમાં (Atmiya University) કરોડો રૂપિયાનાં કૌભાંડનાં આક્ષેપ હેઠળ ત્યાગ વલ્લભ સ્વામી સાથે ઉદ્યોગપતિ ધર્મેશ જીવાણી (Dharmesh Jivani) અને તેમની પત્ની સહિતનાં લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ત્યાગ વલ્લભ સ્વામીને મોટી રાહત મળી છે. સ્વામી (Tyag Vallabh Swami) દ્વારા કરવામાં આવેલ આગોતરા જામીન અરજી હાઈ કોર્ટે (Gujarat High Court) મંજૂર કરી છે. આરોપી પક્ષ વતી એવી દલીલ કરાઇ હતી કે ફરિયાદમાં ત્યાગ વલ્લભ સ્વામીનું નામ જ નથી. ટ્રસ્ટનાં વાર્ષિક હિસાબો રજૂ કરાયાં, ઓડિટ થયું છે અને ચેરિટી કમિશનમાં રજૂ પણ કરાયા છે. આ સાથે આરોપી પક્ષે સોખડા સંપ્રદાયની ગાદી વિવાદમાં હરીફ જૂથ દ્વારા ખોટી રીતે હેરાન કરાતો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.

આ પણ વાંચો – PM Modi ના જન્મદિવસ પર આ શહેરમાં ખરીદી પર 10 થી 100 % સુધીનું ભારે ડિસ્કાઉન્ટ! રિક્ષામાં પણ ફ્રી સવારી

અગાઉ ત્યાગવલ્લભ સ્વામીએ અરજી પાછી ખેંચી હતી!

જણાવી દઈએ કે, આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતાં અગાઉ ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા ફરિયાદ રદ કરવાની અરજી કરવામાં આવી હતી. જે હાઈકોર્ટનાં (Gujarat High Court) સૂચન બાદ પાછી ખેંચવાની સ્વામીને ફરજ પડી હતી. આ સાથે સોખડા (Sokhada) ખાતે સ્વામીનાં આપઘાત મામલે ફરિયાદ બાદ ત્યાગ વલ્લભ સ્વામી અને તેમની ટોળકીને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો.

આ પણ વાંચો – PM Modi in Gujarat : સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM મોદી

Whatsapp share
facebook twitter