+

Lebanon માં ફરીથી સિરિયલ વિસ્ફોટ, પેજર પછી હવે રેડિયો સેટમાં બ્લાસ્ટ, ઘણા લોકો ઘાયલ

Lebanon માં ફરી એક વખત બ્લાસ્ટની ઘટના પેજર બાદ હવે રેડિયો સેટમાં બ્લાસ્ટ રેડિયો સેટનો હિઝબુલ્લાહ લડવૈયાઓ ઉપયોગ કરતા હતા લેબનોન (Lebanon)માં ફરી એકવાર સિરિયલ વિસ્ફોટોના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ…
  1. Lebanon માં ફરી એક વખત બ્લાસ્ટની ઘટના
  2. પેજર બાદ હવે રેડિયો સેટમાં બ્લાસ્ટ
  3. રેડિયો સેટનો હિઝબુલ્લાહ લડવૈયાઓ ઉપયોગ કરતા હતા

લેબનોન (Lebanon)માં ફરી એકવાર સિરિયલ વિસ્ફોટોના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે હિઝબુલ્લાહ લડવૈયાઓના વાયરલેસ રેડિયો સેટમાં વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટો બેરૂત અને દક્ષિણ લેબનોન (Lebanon)ના ઘણા વિસ્તારોમાં સાંભળવામાં આવ્યા હતા. આ વિસ્ફોટોમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પેજરમાં ગઈકાલે સિરિયલ વિસ્ફોટો થયા હતા…

તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા લેબનોન (Lebanon)માં હિઝબુલ્લાહ લડવૈયાઓના પેજરમાં સીરિયલ બ્લાસ્ટ થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા અને 4000 લોકો ઘાયલ થયા હતા. પેજરમાં ગઈકાલના સિરિયલ વિસ્ફોટો પછી, હિઝબુલ્લાહના ટોચના નેતાઓએ તેમના લડવૈયાઓને સંદેશાવ્યવહાર માટે વાયરલેસ રેડિયો સેટનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી.

આ પણ વાંચો : Lebanon : હિઝબુલ્લાહ હુમલામાં વપરાયેલા પેજર આ દેશમાં બન્યા!, અધિકારીએ કર્યા અનેક ખૂલાસા…

રેડિયો સેટ લગભગ પાંચ મહિના પહેલા ખરીદવામાં આવ્યા…

મહત્વનું છે કે, પેજર સહિત આ રેડિયો સેટ લગભગ પાંચ મહિના પહેલા ખરીદવામાં આવ્યા હતા. ત્યારથી, હિઝબુલ્લાના લડવૈયાઓ આ જ રેડિયો સેટનો ઉપયોગ કરી રહ્યા હતા, જો કે, હવે તેમાં પણ ધડાકો થયો છે. આ રેડિયો બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા હિઝબુલ્લાહ લડવૈયાઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા તે જગ્યાએ કેટલાક બ્લાસ્ટ પણ થયા હતા.

આ પણ વાંચો : Donald Trump એ PM મોદીના કર્યા વખાણ, પરંતુ ભારત વિશે કહ્યું કંઇક આવું…

Whatsapp share
facebook twitter