+

NHAI : જે રોડ પર ખાડા હશે ત્યાં નહિ વસૂલાય ટોલ, આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

CM યોગી આદિત્યનાથે સ્તાઓને ખાડામુક્ત બનાવવાની સૂચના આપી સમીક્ષા બેઠક દરમિયાન NHAI અધિકારીઓને આપી કડક સુચના કોન્ટ્રાક્ટરોએ રોડની જાળવણીની જવાબદારી લેવી પડશે CM યોગી આદિત્યનાથે ફરી એકવાર જાહેર બાંધકામ વિભાગને…
  1. CM યોગી આદિત્યનાથે સ્તાઓને ખાડામુક્ત બનાવવાની સૂચના આપી
  2. સમીક્ષા બેઠક દરમિયાન NHAI અધિકારીઓને આપી કડક સુચના
  3. કોન્ટ્રાક્ટરોએ રોડની જાળવણીની જવાબદારી લેવી પડશે

CM યોગી આદિત્યનાથે ફરી એકવાર જાહેર બાંધકામ વિભાગને રાજ્યના તમામ રસ્તાઓને ખાડામુક્ત બનાવવાની સૂચના આપી છે. આ વખતે અંતિમ તારીખ 10 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. CM એ NHAI અધિકારીઓને અધૂરા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ન વસૂલવા પણ નિર્દેશ આપ્યો છે.

સમીક્ષા બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય…

તાજેતરમાં એક સમીક્ષા બેઠક દરમિયાન, CM એ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ UP ની મુલાકાત લેશે, તેથી તેમને રસ્તા પર ચાલવાનો અદ્ભુત અનુભવ આપવો મહત્વપૂર્ણ છે. રસ્તાઓને ખાડામુક્ત બનાવવાની સાથે તેમણે નવા નિર્માણ કાર્યોમાં જીઓ-ટેગીંગ કરવા અને તેને PM ગતિ શક્તિ પોર્ટલ સાથે લિંક કરવાની સૂચનાઓ પણ આપી હતી.

આ પણ વાંચો : Bengaluru : મહાલક્ષ્મી કેસમાં નવો વળાંક, જેના પર હત્યાની શંકા હતી તેની ઝાડ પર લટકતી લાશ મળી…

કોન્ટ્રાક્ટરોએ રોડની જાળવણીની જવાબદારી લેવી પડશે…

બેઠકમાં જાહેર બાંધકામ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, મંડી પરિષદ, સિંચાઈ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, આવાસ અને શહેરી આયોજન વિભાગ, શેરડી વિભાગ અને માળખાકીય અને ગૌણ વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. CM એ નિર્દેશ આપ્યો કે રોડ કન્સ્ટ્રક્શન કંપનીઓ અને કોન્ટ્રાક્ટરોએ પણ આગામી 5 વર્ષ સુધી રોડની જાળવણીની જવાબદારી લેવી પડશે.

આ પણ વાંચો : Maharashtra : તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, જાણો ક્યારે અને ક્યાં થયો આ અકસ્માત?

CM એ અકસ્માતો થવાની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી…

CM એ રસ્તાઓ પરના આડેધડ કામને કારણે અકસ્માતો થવાની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને યોગ્ય સમારકામ માટે નિર્દેશ આપ્યો હતો. રસ્તાઓ પર ગટરલાઈન અને પાઈપલાઈન નાંખ્યા બાદ તેનું સમારકામ પણ યોગ્ય રીતે કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો : ફરી વરસાદે તબાહી મચાવી, Mumbai ના રસ્તાઓ બન્યા નદીઓ, IMD નું રેડ એલર્ટ

Whatsapp share
facebook twitter