+

એવું તે શું થયો કે રિષભ પંતને ગુસ્સો આવ્યો,જાણો સમગ્ર મામલો!

ગુસ્સો રિષભ પંત એક પોસ્ટ થઈ વાયરલ રિષભ પંતે આ સમાચારને પાયાવિહોણા RCBના માલિકો સાથે પણ વાત કરી છે Rishabh pant: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી…
  • ગુસ્સો રિષભ પંત એક પોસ્ટ થઈ વાયરલ
  • રિષભ પંતે આ સમાચારને પાયાવિહોણા
  • RCBના માલિકો સાથે પણ વાત કરી છે

Rishabh pant: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થઈ રહી છે. આ મેચથી રિષભ પંત ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે રિષભ પંત તેના પ્રદર્શનને કારણે નહીં પરંતુ અન્ય કોઈ કારણથી ચર્ચામાં છે. કોઈએ સોશિયલ મીડિયા (social media) પર ખોટા સમાચાર (fake news) ફેલાવ્યા હતા કે રિષભ પંત RCB માં જવા માંગે છે. તેના મેનેજરે આ અંગે RCB ના માલિકો સાથે પણ વાત કરી છે. આ પછી રિષભ પંતે આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. આ સિવાય તેમને આવી અફવાઓ ન ફેલાવવાની સલાહ આપી છે.

રિષભ પંતે જાહેરમાં કર્યો ગુસ્સો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ખોટા સમાચાર! તમે સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર કેમ ફેલાવો છો? આ લગભગ ચોક્કસપણે ખોટું છે. થોડા સેન્સિબલ બનો. તમે કેમ બિનજરૂરી રીતે ખોટુ વાતાવરણ ઉભું કરો છો? આ પહેલી વખત નથી અને છેલ્લી વખત પણ નથી, પણ કૃપા કરીને લખતા પહેલા તમારી માહિતી સુધારી લો. હવે તે દિનપ્રતિદિન ખરાબ થઈ રહ્યું છે. આ તે તમામ લોકો માટે છે જેઓ આવી ખોટી અફવાઓ ફેલાવે છે.

આ પણ  વાંચોIPL 2025: શું ગુજરાત ટાઈટન્સ છોડશે આશીષ નેહરા? થયો આ મોટો ખુલાસો

સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે આ દાવો

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પંત તેને RCBનો નવો કેપ્ટન બનવા માંગતો હતો, પરંતુ RCB મેનેજમેન્ટે તેને ના પાડી દીધી હતી. આ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલી નથી ઈચ્છતો કે તે RCBમાં આવે. આ તમામ દાવાઓ વચ્ચે રિષભ પંતે જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ  વાંચો Team India: કાનપુર ટેસ્ટમાં 3 સ્પિનરો કે 3 પેસર? ટીમ ઈન્ડિયાનું પ્લેઈંગ 11 પર સસ્પેન્સ!

ચેન્નાઈ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન

ચેન્નાઈ ટેસ્ટમાં રિષભ પંતે 600 દિવસથી વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. પ્રથમ દાવમાં મોટી ઈનિંગ ગુમાવ્યા બાદ રિષભ પંતે બીજી ઈનિંગમાં હંગામો મચાવ્યો હતો. તેણે 109 રનની ઇનિંગ રમી હતી. તેની ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને મોટો ટાર્ગેટ આપ્યો હતો. ચાહકોને આશા છે કે તે કાનપુર ટેસ્ટ મેચમાં પણ ધૂમ મચાવી શકે છે.

Whatsapp share
facebook twitter