+

Monsoon: મેઘરાજાની વિદાયની તારીખ આવી ગઇ સામે….

રાજ્યમાં 3 ઓક્ટોબર બાદ ચોમાસુ વિદાય લે તેવી સંભાવના સામાન્ય કરતાં 14 દિવસ મોડુ વિદાય લેશે ચોમાસુ ગુજરાતમાં અત્યાર સુધી 125 ટકા વરસાદ વરસ્યો 123 તાલુકા અને 16 જિલ્લામાં 40…
  • રાજ્યમાં 3 ઓક્ટોબર બાદ ચોમાસુ વિદાય લે તેવી સંભાવના
  • સામાન્ય કરતાં 14 દિવસ મોડુ વિદાય લેશે ચોમાસુ
  • ગુજરાતમાં અત્યાર સુધી 125 ટકા વરસાદ વરસ્યો
  • 123 તાલુકા અને 16 જિલ્લામાં 40 ઇંચથી વધુ વરસાદ
  • 109 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો
  • 19 તાલુકામાં 10 થી 20 સુધીનો વરસાદ નોંધાયો
  • આ વખતે 7 જૂનથી ચોમાસાનો થયો હતો પ્રારંભ
  • હાલ ગુજરાતમાં વરસાદની એકપણ સિસ્ટમ સક્રિય નથી

Gujarat Monsoon : રાજ્યમાં ઓગષ્ટ માસમાં ધોધમાર વરસ્યા બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. આ વખતે ગુજરાતમાં અત્યાર સુધી 125 ટકા વરસાદ વરસ્યો છે જેથી ગુજરાતમાં સર્વત્ર લીલોતરી છવાઇ છે. જો કે આ વખતે ગુજરાતમાં સામાન્ય કરતાં ચોમાસુ (Gujarat Monsoon) 14 દિવસ મોડુ વિદાય લેશે. નવરાત્રીમાં વરસાદ પડે તેવી શક્યતા છે

આ વખતે ગત વર્ષો કરતાં 14 દિવસ ચોમાસુ મોડુ વિદાય લઇ શકે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ વખતે ગત વર્ષો કરતાં 14 દિવસ ચોમાસુ મોડુ વિદાય લઇ શકે છે. રાજ્યમાં 3 ઓક્ટોબર બાદ ચોમાસુ ધીમે ધીમે વિદાય લેશે. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. ખાસ કરીને ઓગષ્ટ માસમાં મધ્યપ્રદેશ તરફથી આવેલા ડીપ ડિપ્રેશન સહિત 4 સિસ્ટમ ગુજરાતના આકાશમાં છવાઇ ગઇ હતી જેથી ગુજરાતનો એક ખુણો એવો ન હતો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો ના હોય. અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વડોદરા જેવા શહેરમાં તો પૂરના પાણી ફરી વળ્યા હતા તો રાજકોટ, સુરત, જામનગર, દ્વારકા, જૂનાગઢ સહિતના શહેરોમાં પણ જળબંબાકારની સ્થિતી જોવા મળી હતી.

આ પણ વાંચો–Gujarat Monsoon: 2024 – સૌરાષ્ટ્ર અને કચ્છમાં મન મૂકીને મેહુલો વરસ્યો

હાલ ગુજરાતમાં વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી

જો કે હાલ ગુજરાતમાં વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી અને ક્યાંક ક્યાંક છુટુછવાયું ઝાપટું પડી રહ્યું છે. જો કે અંબાલાલ પટેલ સહિતના કેટલાક હવામાનશાસ્ત્રીઓએ તો આગાહી કરી છે કે આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ રહેશે અને દિવાળી સુધી વરસાદ વરસે તેવી સંભાવના છે.

3 ઓક્ટોબર બાદ ચોમાસુ વિદાય લે તેવી સંભાવના

રાજ્યમાં 3 ઓક્ટોબર બાદ ચોમાસુ વિદાય લે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. સામાન્ય કરતાં 14 દિવસ ચોમાસુ મોડુ વિદાય લેશે તેમ મનાઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે આ વખતે ગુજરાતમાં 7 જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો અને અત્યાર સુધી રાજ્યમાં 125 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

23 તાલુકા અને 16 જિલ્લામાં 40 ઇંચથી વધુ વરસાદ

ચોમાસામાં અત્યાર સુધી 123 તાલુકા અને 16 જિલ્લામાં 40 ઇંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે જ્યારે 109 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત 19 તાલુકામાં 10 થી 20 સુધીનો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો-Monsoon 2024-સરદાર સરોવર ડેમમાં ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ

Whatsapp share
facebook twitter