+

Botad : વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કરતાં લંપટ શિક્ષકનો Video વાઇરલ, લોકોમાં રોષ, હાઇવે પર ચક્કાજામ

શિક્ષણજગતને કલંકીત કરતો વીડિયો સામે આવતા ચકચાર (Botad) બોટાદનાં ગઢડામાં શિક્ષકે કરી શરમજનક હરકત શિક્ષકે ઓફિસમાં બોલાવી વિદ્યાર્થિની સાથે કર્યાં શારિરીક અડપલાં સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવી વાઇરલ કર્યો Botad…
  1. શિક્ષણજગતને કલંકીત કરતો વીડિયો સામે આવતા ચકચાર (Botad)
  2. બોટાદનાં ગઢડામાં શિક્ષકે કરી શરમજનક હરકત
  3. શિક્ષકે ઓફિસમાં બોલાવી વિદ્યાર્થિની સાથે કર્યાં શારિરીક અડપલાં
  4. સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવી વાઇરલ કર્યો

Botad : શિક્ષણજગતને લજવાતી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. ગુરૂની ગરિમાને કલંકિત કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેના પછી નરાધમ શિક્ષક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બોટાદનાં ગઢડામાં આવેલી ઢસાની પ્રાથમિક શાળાની (Dhsani Primary School) છે. જ્યાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી શારિરીક અડપલાં કર્યાનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો – Ahmedabad : ગ્રાહક સુરક્ષાના નામે માગી-માગી 100 માંગ્યા..! તોડબાજ ગેંગનાં વર્તનથી શંકા જતાં લોકોએ પોલીસ હવાલે કર્યાં

શાળામાં વિદ્યાર્થિની સાથે શિક્ષકે શારિરીક અડપલાં કર્યાં

પ્રાપ્ત માહિતી મુજબ, બોટાદનાં (Botad) ગઢડામાં (Gadhada) આવેલી ઢસાની પ્રાથમિક શાળામાં આનંદકુમાર જાની શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આરોપ મુજબ, આનંદકુમાર જાનીએ શાળામાં ઓફિસમાં વિદ્યાર્થિનીને બોલાવી સાથે શારિરીક અડપલાં કર્યા હતા. આનંદકુમારની આ શરમજનક હરકતનો કોઈએ વીડિયો બનાવી દેતા આનંદકુમાર જાનીના કુકર્મનો પર્દાફાશ થયો હતો. આ મામલે વિદ્યાર્થિનીનાં વાલીઓએ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો – VADODARA : ગોધરાની શાળામાં દાઝેલી વિદ્યાર્થીનીનું મોત, પરિવારનો મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર

આરોપી શિક્ષકને દાખલો બેસે એવી સજા કરવા માગ ઊઠી

વાલીઓની ફરિયાદનાં આધારે ઢસા પોલીસે (Botad Police) શિક્ષક આનંદકુમાર જાની સામે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુરુની ગરિમાને લાંછન લગાવતા શિક્ષક આનંદકુમારનાં દુરાચરણનો વીડિયો જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકનાં વિરોધમાં ગામની મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. ભાવનગર-રાજકોટ હાઈવે રોડ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે લોકો ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. લોકોએ નરાધમ શિક્ષકને સમાજમાં દાખલો બેસે એવી સજા ફટકારવા માગ કરી છે.

આ પણ વાંચો – Ahmedabad : સંકલન સમિતિની બેઠકમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉઠતા વિવાદ!

Whatsapp share
facebook twitter