+

Tirupati Laddu Controversy મુદ્દે દક્ષિણના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ!

તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ મામલો દક્ષિણના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ પવન કલ્યાણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવાની માંગ કરી   Tirupati Laddu Controversy : આ દિવસોમાં પવિત્ર મંદિર તિરુપતિ…
  • તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ મામલો
  • દક્ષિણના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ
  • પવન કલ્યાણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવાની માંગ કરી

 

Tirupati Laddu Controversy : આ દિવસોમાં પવિત્ર મંદિર તિરુપતિ બાલાજી દેશભરમાં ચર્ચામાં છે. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં લાડુના વિવાદ (Tirupati Laddu Controversy)પર અભિનેતા પ્રકાશ રાજ (Prakash Raj)અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ (Pawan Kalyan)  એકબીજા  પર  શાબ્દિક યુધ્ધ છેડાયું છે. પવન કલ્યાણે તિરુપતિના લાડુ પ્રસાદમાં ગાયની ચરબી અને માછલીના તેલની ભેળસેળ પર ચિંતા વ્યક્ત કરી હતી અને આ મુદ્દે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવાની માંગ કરી હતી. તેના પર અભિનેતા પ્રકાશ રાજે પવન કલ્યાણની ટિપ્પણીનો જવાબ આપ્યો.

પવન કલ્યાણે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ની રચનાની માંગ કરી

નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે અગાઉની YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) સરકાર હેઠળ રચાયેલા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આ મુદ્દા માટે જવાબદારીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે કદાચ હવે સમય આવી ગયો છે કે ભારતના મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર વિચાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ની રચના કરવામાં આવે. ‘સનાતન ધર્મ’ના અપમાનને રોકવા માટે તમામ લોકોએ સાથે આવવું જોઈએ.

આ પણ  વાંચો Delhi ની કમાન Atishi ના હાથમાં, CM પદના લીધા શપથ

પ્રકાશ રાજે યોગ્ય જવાબ આપ્યો

અભિનેતા પ્રકાશ રાજે પવન કલ્યાણના નિવેદનની ટીકા કરી અને તેમના પર પ્રાદેશિક મુદ્દાને રાષ્ટ્રીય વિવાદમાં ફેરવવાનો આરોપ લગાવ્યો. તેમણે કોમી તણાવ વધારવાને બદલે સ્થાનિક સ્તરે આ મામલાની તપાસ કરવાની અપીલ કરી હતી. પ્રકાશ રાજે X પર પોસ્ટ કરીને કહ્યું કે પ્રિય પવન કલ્યાણ, આ ઘટના રાજ્યમાં બની છે જ્યાં તેઓ ડેપ્યુટી સીએમ છે. મહેરબાની કરીને તપાસ કરો અને ગુનેગારોની ધરપકડ કરો અને કડક કાર્યવાહી કરો. તમે આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે કેમ ઉઠાવી રહ્યા છો? દેશમાં પહેલેથી જ પૂરતો સાંપ્રદાયિક તણાવ છે.

આ પણ  વાંચો –Noida : બ્રિજ પર કારે સ્કૂટીને ટક્કર મારી યુવતી બ્રિજના પિલર પર અટકી! જુઓ video

જાણો શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે તિરુપતિ લાડુને લઈને વિવાદ શુક્રવારે વધુ વધી ગયો હતો, જ્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ લેબ રિપોર્ટની પુષ્ટિ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાડુમાં પ્રાણીની ચરબી હતી. ટીટીડીએ જણાવ્યું હતું કે પ્રસાદમાં વપરાતા ઘીના પરીક્ષણમાં પ્રાણીની ચરબીની હાજરી બહાર આવી હતી. આ અંગે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ ગત YSRCP સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેણે ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરીને તિરુપતિ લાડુની પવિત્રતા સાથે ચેડા કર્યા છે.

Whatsapp share
facebook twitter