+

Delhi ની કમાન Atishi ના હાથમાં, CM પદના લીધા શપથ

દિલ્હીની કમાન આતિશીને સોંપવામાં આવી આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લીધા aap ના પાંચ ધારાસભ્યો પણ શપથ લીધા Delhi CM Oath Ceremony: દિલ્હીમાં નવી સરકાર બની છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ…
  • દિલ્હીની કમાન આતિશીને સોંપવામાં આવી
  • આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લીધા
  • aap ના પાંચ ધારાસભ્યો પણ શપથ લીધા

Delhi CM Oath Ceremony: દિલ્હીમાં નવી સરકાર બની છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રાજ નિવાસ ખાતે આતિશીને CM પદના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત પાંચ ધારાસભ્યો પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનાર છે. કેજરીવાલના રાજીનામા બાદ હવે દિલ્હીની કમાન આતિશીને સોંપવામાં આવી છે.

આતિશીએ દિલ્હી CM પદના શપથ લીધા

દિલ્હી(Delhi)માં નવી સરકાર બની છે. રાજ નિવાસ ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આતિશીને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ સિવાય આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ગોપાલ, સૌરભ ભારદ્વાજ, ઈરમાન હુસૈન, કૈલાશ ગેહલોત અને મુકેશ અહલાવત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાજ નિવાસ ઉપસ્થિત છે. આતિશીની સાથે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા 5 ધારાસભ્યો ઉપસ્થિત છે.

મુકેશ અહલાવતે મુખ્યમંત્રી પદના શપથ લીધા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મુકેશ અહલાવતે સીએમ આતિશીની આગેવાની હેઠળની દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે. મુકેશ અહલાવતને પહેલીવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રીઓની યાદીમાં તેઓ નવો ચહેરો છે.

 

ગોપાલ રાયે મંત્રી તરીકે શપથ લીધા

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે સીએમ આતિશીની આગેવાની હેઠળની દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે. ગોપાલ રાયને ફરી મંત્રી બનાવવામાં આવ્યા છે. આ પહેલા પણ તેઓ કેજરીવાલ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

આ પણ  વાંચો –PM મોદીના જન્મ દિવસે બ્લડ ડોનેશનનું નાટક, મેયરે હસ્તા હસ્તા કહ્યું હું ફોટો પડાવવા આવ્યો છું

સૌરભ ભારદ્વાજે મંત્રી પદના શપથ લીધા

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે આતિશીના નેતૃત્વવાળી દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે.

આ પણ  વાંચો –Haryana માં ગરમાયું રાજકારણ,મનોહર લાલ ખટ્ટરે કુમારી શૈલજાને આપી આ ઓફર

આતિશીએ AAPમાં ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી

આતિશીએ આમ આદમી પાર્ટીમાં ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. તેણી મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીની પણ સભ્ય હતી જેણે આમ આદમી પાર્ટીનો પ્રથમ ઢંઢેરો તૈયાર કર્યો હતો, જેણે 2013 માં તેની ચૂંટણીની શરૂઆત કરી હતી, અને તેના પ્રારંભિક દિવસોમાં પક્ષની નીતિઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે પણ આતિશીએ મુખ્ય પ્લેટફોર્મ પર પાર્ટીનો મજબૂત બચાવ કર્યો.

આ પણ  વાંચો –Noida : બ્રિજ પર કારે સ્કૂટીને ટક્કર મારી યુવતી બ્રિજના પિલર પર અટકી! જુઓ video

2013માં AAPમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ

આતિશીએ 2013માં આમ આદમી પાર્ટીમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો અને મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા. અગાઉ, તેમણે 2015-2018 સુધી દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં જળ સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લીધો.

 

Whatsapp share
facebook twitter